ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે બપોરે જામનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ મહિલા પ્રમુખ ડોક્ટર દિપીકાબેન સરવડા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભવન ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ પત્રકાર પરિષદમાં મહિલા મોરચાના દ્વારા આગામી સમયમાં એવા કાર્યો કરવામાં આવશે તે વિશેની માહિતી પત્રકારોને આપી હતી.
આ પત્રકાર પરિષદમાં ડોક્ટર દીપિકા સરાવડાએ કહ્યું હતું કે આગામી સમયમાં દીકરીઓના જન્મથી માંડીને લગ્ન અને ગંગાસ્વરૂપ બહેનો માટે ભારત સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે આ યોજનાઓ છેવાડાની બહેનો સુધી પહોંચાડવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કરવામાં આવશે. ભારતના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન નેપાળ આ તબક્કે યાદ કર્યા હતા તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ, કુંવરબાઈનું મામેરું યોજના તેમજ પ્રસૂતા મહિલાઓ માટે ૧૦૮ મોબાઇલની સારવાર મહિલાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે આ તમામ કામગીરી વિશે જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ઘેર જઈ મહિલાઓને સરકારની વિવિધ યોજનાની માહિતી પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મહિલા મોરચો પોતાનો સિંહ ફાળો આપશે અને 182 સીટ પર કમળ ખીલશે તેવો વિશ્વાસ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જામનગર શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, જામનગર મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા, જામનગર મહિલા મોરચાના મહામંત્રી રેખાબેન વેગડ, મહામંત્રી ધારાબેન પટેલ સહિતના મહિલા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.