Proud of Gujarat
FeaturedGujaratINDIA

શું કરી રહ્યું છે તંત્ર..? જંબુસર તાલુકાના સરદારપુરા અને ડોલિયામાં પીવાનું પાણી નહી મળતા ગ્રામજનોમાં આક્રોશ..!!

Share

હજુ તો ઉનાળાની શરૂઆત થાય છે ત્યાં તો પીવાના પાણીની બૂમો ઉઠવા પામી છે. ઉત્તર બારા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ તાલુકાના ખાનપુર ડોલિયા વાંસેટા સરદારપુરા નડિયાદ કલકના ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ ડોલિયા અને સરદારપુરામાં છેલ્લા વીસ દિવસ ઉપરાંતથી ત્યાં પાણી પૂરવઠો પહોંચી શક્યો નથી ડોલિયા ગામની ૭૦૦ અને સરદારપુરા ગામની ૪૫૦ જેટલી વસ્તીને પીવાનું પાણી પહોંચતું નથી દરેકની જરૂરિયાત પાણી જળ એ જ જીવન છે ત્યારે ડોલીયા અને સરદારપુરા ગામે પાણી છેલ્લા બાવીસ દિવસથી મળતું ન હોય લોકોની હાલત કફોડી બની છે.

સરદારપુરાના ડેપ્યુટી સરપંચ કિશોરભાઇ પઢિયાર તથા ડોલિયા સરપંચ પિંકલ બેન મકવાણા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠાને લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે તેમ છતાંય આજદિન સુધી પાણીની સમસ્યા હલ થઈ નથી કે અધિકારીએ રૂબરૂ મુલાકાત કરેલ નથી તેમને લેખિતમાં એમ પણ જણાવેલ છે કે લાઇનમેન પોતાના મનસ્વી રીતે કામ કરે છે અને પાણી માટે ટેન્કરો ફાળવવાની રજુઆત કરે છે તેમ છતાંય પાણીનું ટેન્કર આવેલ નથી. ગ્રામ્ય જનતા પોતાના ખર્ચે પાણીનું ટેન્કર મંગાવે છે તેમ જણાવ્યું હતું અને આ બંને ગામોના પાણીનો યક્ષ પ્રશ્ન હોય તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. વહેલી તકે આ પાણીના પ્રશ્નનું નિરાકરણ આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. પાણીનાં પ્રશ્નનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવશે તેમ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

બંન્ને ગામોમાં છેલ્લા ૨૨ દિવસથી પાણી પુરવઠો પહોંચતો ન હોય અમારા પ્રતિનિધિએ પાણી પુરવઠા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ બી પટેલની મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યા અંગે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી ત્યારે ઓછા પ્રેશરથી પાણી મળતું હતું અને શુક્રવારથી સદંતર પાણી મળતું બંધ થયું છે જે અંગે છ કિલોમીટરની લાઈનમાં પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે અને બે દિવસમાં બંન્ને ગામોમાં પાણીપુરવઠો મળતો થઈ જશે તેવી કવાયત ચાલુ છે તથા પાણી ટેન્કર પહોંચાડવા અંગે જણાવ્યુ હતુ કે ટેન્કરની એજન્સીની નિમણૂક કરવાની હોય છે તે ટેન્ડર મંજુરી હેઠળ છે જે કલેક્ટર દ્વારા મંજુરીની કાર્યવાહી કરવાની થાય છે હાલમાં ગ્રામ પંચાયત પાસે પોતાનું ટેન્કર હોય તો હેડવર્કસ પરથી પાણી ભરી જઈ શકે છે. આ સહિત હયાત જે પાઇપલાઇન નાંખેલી છે જે વ્યક્તિદીઠ પંચાવન લીટર પ્રતિદિનની ડિઝાઈન કરેલી હતી જે ઘણી જગ્યાએ જર્જરિત થઈ હોય જે બદલવા અંગે સુધારણા યોજના હાલ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. એજન્સી નક્કી થયેથી ઉક્ત કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેનાથી આગામી સમયમાં વ્યક્તિ દીઠ પ્રતિદિન સોલિટર મુજબની ડિઝાઇન હેઠળ કરવામાં આવેલ છે તેમ જણાવેલ હતું.

Advertisement

હારૂન પટેલ


Share

Related posts

સુરત : લાલગેટ વિસ્તારમાં સ્થાનિકે વિરોધ દાખવતા મારામારી કરતા સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઇ.

ProudOfGujarat

ભરૂચ : કિસાન વિકાસ સંધ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર, એટીકેટીમાં આ પગલું ભર્યાની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!