Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજરોજ ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે મફત આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજાયો હતો. સારસા ગ્રામ પંચાયતના સહયોગથી તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આયોજિત કેમ્પમાં હરેન્દ્ર રાજ, વિજય વસાવા તેમજ સંજય વસાવાએ ઓપરેટર તરીકે સેવા બજાવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકા પંચાયતની સારસા બેઠકના સદસ્ય આરતીબેન પટેલ દ્વારા કેમ્પના આયોજન બાબતે સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. સવારે સાડા દસના સમયથી શરુ થયેલ કેમ્પનો લાભ લેવા જેમના આયુષ્યમાન કાઢવાના બાકી હોય તેવા લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. ઓપરેટરો દ્વારા અત્રે આવનાર લાભાર્થીઓને અન્ય જરુરી એવા આવકના દાખલા, વિધવા સહાય તેમજ અન્ય દાખલાઓ સંબંધી જાણકારી પણ આપવામાં આવી હતી. સ્થાનિક સ્તરે આયુષ્યમાન કેમ્પનું આયોજન થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ડાકોર ખાતે નાયબ મુખ્ય દંડક એ સફાઈ કરી

ProudOfGujarat

રવિવારથી હોળાષ્ટકનો પ્રારંભ, 9 દિવસ માંગલિક કાર્યો પર લાગશે બ્રેક

ProudOfGujarat

માંગરોળ : વેરાકુઈથી રટોટી સુધી બની રહેલા રસ્તામાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હોવાની બૂમો ઉઠી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!