Proud of Gujarat
GujaratFeaturedINDIA

એકતા નગર ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૧૦૦ બેડની પેટા જિલ્લા કક્ષાની આધુનિક હોસ્પિટલ બનશે

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર વડાપ્રધાનની દીર્ઘદૃષ્ટિભરી પરિકલ્પના મુજબ સ્ટેચ્યુઓફ યુનિટી તથા તેની આજુબાજુ વિવિધ પ્રવાસન આકર્ષણોના વિકાસ સાથે આ સમગ્ર વિસ્તારની કાયાપલટ થઇ છે, જેનો મહત્તમ લાભ સ્થાનિક લોકોને મળી રહ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતા આ પ્રવાસન સ્થળને ટૂંક સમયમાં જ પ્રવાસીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. અત્યાર સુધી ૭૮ લાખ કરતા વધારે પ્રવાસીઓએ એકતા
નગરની મુલાકાત લીધી છે જેનાથી હજારો લોકોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે. એકતા નગર પર્યાવરણની જાળવણી તેમજ સંવર્ધન સાથે વિકાસના સમન્વયનું પ્રતિક બન્યું છે.

SOU સત્તાધીશોના જણાવ્યા અનુસાર એકતા નગર ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૧૦૦ બેડની પેટા જિલ્લા કક્ષાની આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા, મહાગુજરાત ચળવળ, રાજ્યના સર્જન અને વિકાસગાથા પ્રત્યે જાગૃતિ લાવવા ગુજરાત વંદના મ્યુઝિયમના નિર્માણનું આયોજન છે. એકતા નગર તથા ગરુડેશ્વર તાલુકાના બાવન ગામોને ભારતનેટ ફેઝ-૨ પ્રોજેક્ટ હેઠળ હાઇ-સ્પીડ કનેકિટવિટીથી જોડવામાં આવશે. એકતા નગર વિકાસની વિવિધ કામગીરીઓ માટે ૬૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Advertisement

તો નાગરિક ઉડ્ડયન સી-પ્લેન સેવાઓ માટે વોટર એરોડ્રામ અને આનુષંગિક સગવડો વિકસાવવા તેમજ દ્વારકા ખાતે નવું એરપોર્ટ વિકસાવવા માટે ૧૯ કરોડની જોગવાઇ કરાઈ છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા રૂટમાં આદિજાતિ વિસ્તારના ધાર્મિક સ્થળોની સર્કિટમાં સુવિધાઓ વિકસાવવા ૪ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભારત માટે માઠા સમાચારઃ તાલિબાનીઓના પાપે ડુંગળી અને સૂકા મેવાના ભાવોમાં થશે જંગી વધારો

ProudOfGujarat

તસ્કરો બન્યા બેફામ – જંબુસરના મગણાદ ગામે તસ્કરો ચોરી કરી થયા ફરાર

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત લુપીન કંપની માં ૫૦ વર્ષ પુર્ણ થતા ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!