ચરોતરની સૌથી જૂની અને રૂપિયા ૨૦૦૦ કરોડ ઉપરાંતની થાપણો ધરાવતી નડિયાદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં શુક્રવારે 11:00 વાગે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ઉમેદવારીપત્રક ભરાયા બાદ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાર્યવાહી શરૂ થશે. આ બેંક બેંકની સ્થાપના બાદ સૌપ્રથમ વખત ભાજપનું શાસન આવ્યું છે. ૨૧ બેઠકો પૈકી ભાજપને ૧૩ અને કોંગ્રેસની ૮ બેઠકો આવી છે. આ ચૂંટણી નડિયાદ બેંકના સભાખંડમાં યોજાશે. આ ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રના આગેવાન વર્તુળમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement