નાંદોદ તાલુકાના વરખડ ગામની યુવતીના મર્ડર કેસનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓએ ગળુ દાબીને હત્યા કરી લાશને વરખડ ગામની સીમમાં ખાડો ખોદી દાટી દિધેલાની કબૂલાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા પોલીસ અધિક્ષક, નર્મદા હિમકર સિંહે જીલ્લામાં બનતા શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના આપતાં રાજેશ પરમાર, ના.પો.અધિ. રાજપીપલા વિભાગના સુપરવિઝન હેઠળ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓ તથા બી.જી.વસાવા,
પો.સ.ઇ. એલ.સીબી. તથા એલ.જી.વસાવા, પો.સ.ઇ. આમલેથા તથા એલ.સી.બી. તથા આમલેથા પોલીસ દ્વારાતપાસ કરતા વરખડ ગામની સીમમાં એક અજાણી સ્ત્રીની ખાડામાં દટાયેલી લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલ. જે અજાણી સ્ત્રીની ઓળખ તેમજ તપાસ કરવામાં આવી હતી. એ દરમ્યાન આ મરણ જનાર અજાણી સ્ત્રી વરખડ ગામમાં રહેતા મનહરભાઇ મંગાભાઇ વસાવાની છોકરી હોવાનું જણાઇ આવેલ અને આ પરિવારે તેને ઓળખી કાઢેલ. દરમ્યાન આ ગુનાની તપાસ દરમ્યાન એલ.સી.બી. તથા આમલેથા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી મરનારનું કારણ સ્પષ્ટ જણાતું ન હોય જેથી મરનાર સાથેના સંપર્કોની વિગતો તપાસવામાં આવી. તેમજ આજુ-બાજુના રહિશોની પુછપરછ કરવામાં આવી. તેમજ મરણજનારની માતા નયનાબેન મનહરભાઇ વસાવા તથા ભાઇ રાહુલભાઇ મનહરભાઇ વસાવાની વિશેષ યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરવામાં આવતા મરનારની માતા તથા ભાઇએ આ મરનાર સાથે રાત્રીના સમયમાં ઝગડો થયેલ જેમાં બન્નેએ મળીને મરનારનું ગળુ દાબીને મારી નાંખેલ. ત્યારબાદ મરનારની લાશને વરખડ ગામમાં રહેતા સંજયભાઇ હર્ષદભાઇ પટેલને બોલાવી સાથે મળી વરખડ ગામની સીમમાં ખાડો ખોદી દાટી દિધેલાનું કબુલ કરેલ. જે આધારે ત્રણેય આરોપીઓને ગુનાના કામે અટક કરી અનડીટેક્ટ મર્ડર ડીટેક્ટ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા