ભરૂચ તાલુકાના મનુબર ગામ નજીક બુલેટ ટ્રેનની સાઇટ ઉપરથી ચોરી કરનાર વોન્ટેડ આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો છે.
ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તાજેતરમાં તારીખ 28 ના રોજ મનુબર ગામ નજીક અમદાવાદ બુલેટ ટ્રેન સાઇટ ઉપરથી ચોરાયેલ સ્પ્લેન્ડર જેક અને ટી.એમ.ટી સળિયા સહિતના સામાનની ચોરીનાં ગુનામાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હોય આજે આ કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. આજે એલ.સી. બી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમીના આધારે સઅદ ઉર્ફે સાદ લૂકમાન પટેલ રહે. ચિશ્તીયા ટાઉનશીપ ૨૬, શેરપુરા બસ સ્ટેન્ડ સામે દહેજ રોડ ભરુચને પોલીસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની સાઇટ પરથી પાંચ લાખથી વધુનાં મુદ્દામાલની ચોરીમાં નાસતા ફરતા આરોપીને કંથારીયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયો છે. આરોપીની અંગજડતી દરમિયાન રૂપિયા 2000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી આવેલ છે. આરોપીને ઝડપી લઇ એલસીબી પોલીસે આઇપીસી કલમ 397, 114 મુજબનો ગુનો નોંધી હજુ એક વોન્ટેડ આરોપીને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે.