રશિયાના આક્રમણના કારણે યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડ પહોંચેલા ભારતીયોને બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા લોકોને ભોજન અને રહેઠાણની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીયોને સંભાળ લેવા બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું. સ્વામિનારાયણ સંસ્થાના હાલ આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી તાત્કાલિક ધોરણે યુરોપ સ્થિત સ્વયંસેવકો ચિરાગ ગોદીવાલા, શૈલેષ ભાવસાર તથા અન્ય સેવકોને સાથે રાખીની સરહદ પાસે રેસ્જો નગરમાં પહોંચી જઇ અસરગ્રસ્તો માટે શુદ્ધ શાકાહારી ભોજન મોબાઈલ કિચનવાનમાં લઇ જઇ આપી રહ્યા છે. આ સેવાનો લાભ નિયમિત યુક્રેનથી પોલેન્ડ પહોંચેલા 800 થી 1000 જેટલા ભારતીયો લઇ રહ્યા છે. માઇનસ ત્રણ કે ચાર ડિગ્રી તાપમાનમાં યુક્રેનની બોર્ડર પરથી ચાલતા આવેલા ભારતીય વિદ્યાર્થીઓને ગરમ-ગરમ શાકાહારી ભોજન મળતા રાહતનો દમ લઈ રહ્યા છે.
અહીં ભારતીય વિદ્યાર્થીઓને રહેવાની પણ સગવડ કરી આપવામાં આવી છે. ભારતીય અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને બી.એ.પી.એસ ના સ્વયંસેવકો આત્મીયતાપૂર્વક મદદ કરી રહ્યા છે. અહીં નોંધનીય છે કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભૂકંપ,પૂર કે પ્રાકૃતિક આપત્તિમાં મોખરે ચાલીને સેવાકીય કાર્યો કરવામાં આવે છે.
યુક્રેન-પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓની મદદે આવ્યા બી.એ.પી.એસ સંસ્થાના સ્વયંસેવકો.
Advertisement