Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ.

Share

વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સુરક્ષા સમિતિની એક બેઠક કરજણ નગર સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તારની સુરક્ષા સમિતિની મહિલાઓની હાજરીમાં યોજાઇ હતી. આયોજિત બેઠકમાં મહિલાઓની સમસ્યાઓ વિશે વિસ્તૃત છણાવટ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ સાંપ્રત આધુનિક યુગમાં મહિલાઓ પર જે અત્યાચારો થાય છે એ માટેનો હતો.

હાલમાં જે નવી પરિસ્થિતિ સર્જાઈ છે તે અને પોલીસ અને પ્રજા વચ્ચે સુરક્ષા સમનવય થઈ શકે, મહિલાઓને કઈ રીતે જાગૃત થઈ શકે અને મહિલાઓ વિશે જે કાયદાઓ છે અને પોલીસ મહિલાઓને કઈ રીતે મદદરૂપ બની શકે એ વિશે વિસ્તૃત છણાવટ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આયોજિત બેઠકમાં કુમોદ બેન જે. પટેલ, હિનાબેન પટેલ, વિલાસ બેન નટુભાઈ, અર્ચના બેન ઠાકોર તેમજ મહિલા મંડળની સદસ્યાઓ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

મહેમદાવાદમા આવેલ રેલ્વેના ગરનાળામા ભર ઉનાળે ચોમાસું

ProudOfGujarat

નડીઆદ : મહિલા કોલેજની બહેનોને આર્મી એટચમેન્ટ કેમ્પમાં સ્પેશયલ ટ્રેનીગ માટે પસંદ કરાઈ

ProudOfGujarat

ભરૂચ : ભાડભુત બેરેક યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!