હિંદુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા જામનગરમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન યોજાયું નહોતું. આ વર્ષે શિવ શોભાયાત્રાનુ ભવ્ય આયોજન નાગેશ્વર ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી યોજાયું હતું જેમાં વિવિધ ૨૧ જેટલા ચલિત ફ્લોટ શિવભક્તો દ્વારા તૈયાર કવામાં આવ્યા હતા. શહેરમાં વિવિધ જગ્યાઓ પર શોભાયાત્રાને લોકોએ ભક્તિભાવપૂર્વક વધાવી હતી. શિવજીની સોના ચાંદીની પાલખીના શહેરીજનોએ બહોળા પ્રમાણમાં શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.
આ તકે સિદ્ધનાથ ખાતેથી શિવજીની પાલખીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે શિવજીની પાલખીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ શિવ શોભાયાત્રા જામનગર શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને રાત્રે બાર વાગ્યે પ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ ખાતે પૂર્ણાહુતિ થઇ હતી. વિવિધ જગ્યાઓ પર ભક્તિભાવ સાથે શિવ ભક્તોએ શિવ શોભાયાત્રાના યાત્રિકોને પાણી શરબત ફરાળનું વિતરણ કરાયું હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, સંસદ સભ્ય પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશ બામણીયા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્થાઈ સમિતિના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચણીયારા, મહા મંત્રી દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિતના શહેર સંગઠનના તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો કોર્પોરેટરો શિક્ષણ સમિતિના સભ્યો કાર્યકર્તાઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં ૪૧ મી શિવ શોભાયાત્રાનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કરાવ્યું પ્રસ્થાન.
Advertisement