લીંબડી કેળવણી મંડળ સંચાલિત સરજે હાઈસ્કૂલ ખાતે 2022 જીલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરી અને આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાબ્દિક સ્વાગત કરીને કરવામાં આવ્યું હતું.
આ કલાકુભમા 17 જેટલી સ્પર્ધાઓ જેમ કે એકપાત્રિય અભિનય, સમુહગીત, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા, લોકનૃત્ય વગેરે વિષયો પર આ કલા મહાકુંભ અંતર્ગત સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 10 તાલુકાની વિજયતા શાળાઓ અને આશરે 1500 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 51 જેટલા નિર્ણાયકોની હાજરીમા સ્પર્ધા યોજાઈ હતી
જેમાં વિદ્યાર્થીઓ સાથે 150 શિક્ષકો હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમ જીલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ મેસવાણીયા, કન્વીનર મનુભાઈ જોગરાણા હાજર રહ્યા હતા. ત્યારે મહેમાનોની વાત કરવામાં આવે તો રામકૃષ્ણ મિશનના પ્રફુલ્લ મહારાજ, ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિહ રાણા હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમનુ સંચાલન કેતનભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમાંમ સ્પર્ધામાં વિજેતા થયેલ હરીફ આવતા સમયે પ્રદેશકક્ષાએ હરીફાઈ કરશે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી સરજે હાઈસ્કૂલ ખાતે જીલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો.
Advertisement