ભારતમા ઘણા વર્ષોથી પોલિયો નાબુદી કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ તા.27 ફેબ્રુઆરીથી પોલિયો કાર્યક્રમ શરૂ કરેલ હતો. જે અંતર્ગત માંડવી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તડકેશ્વર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખભાઈ ચૌધરીની સૂચનાથી ડો.પિયુષ શાહ અને ડૉ.નરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો.ભાવિક કણસાગરા અને તેમની ટીમો દ્વારા પોલિયોની કામગીરી કરવામાં આવી હતી. જેમા 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધીમા 3000 થી વધુ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામા આવ્યા હતા.
જેમાં તમામ ગામમા બુથ અને હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવી હતી. ગામ સિવાયના શેરડી કટર, ઇટના ભઠ્ઠા, કોલા, બાંધકામ સાઈટ તમામ જગ્યાઓ પર જઈને તમામ બાળકોને આવરી લેવાયા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement