Proud of Gujarat
FeaturedGujaratINDIA

બરોડા ડેરી દૂધના ભાવમાં વધારો ન કરે તે માંગ સાથે વડોદરા શહેર યુવા કોંગ્રેસ એ પાઠવ્યું આવેદન.

Share

અમુલ દ્વારા દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે બરોડા ડેરી દ્વારા પણ આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો ન કરે તે માટે શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે બરોડા ડેરી ખાતે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા હતા અને દૂધનો ભાવ વધારો ન કરવા માટેની માંગણી સાથે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી હતી.

અમુલમાં સમયાંતરે દૂધના ભાવમાં કરવામાં આવી રહેલા ભાવ વધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જતું હોય છે તે સાથે ટૂંકી આવકમાં પર ગુજરાન ચલાવતા પરિવારજનો માટે દૂધનો ભાવ વધારો પણ અસર પડે છે, જોકે લોકો હવે ભાવ વધારાના આદિ બની ગયા હોય તે રીતે મૂંગા મોઢે સહન કરી રહ્યા છે જેનો ફાયદો સત્તાવાળાઓ લઇ રહ્યા છે. અવાર-નવાર જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો કરતાં ખચકાતા નથી ત્યારે વધુ એકવાર અમૂલના દૂધમાં પ્રતિલીટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવતાં બરોડા ડેરી દ્વારા પણ આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં ન આવે તે માટે વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે બરોડા ડેરી ખાતે પહોંચ્યા હતા અને બરોડા ડેરી સામે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી દૂધના ભાવમાં વધારો કરવામાં ન આવે તેવી ઉગ્ર માંગણી કરી હતી તે સાથે શહેર યુવા કોંગ્રેસ દ્વારા બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે અગાઉ જ્યારે અમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે બરોડા ડેરી દ્વારા પ્રતિલીટર રૂપિયા ચાર વધારો કરવામાં આવ્યો હતો. આથી આ વખતે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવે નહીં બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવશે તો અમારે ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Advertisement

શહેર યુવા કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે અચ્છે દિનની વાતો કરનાર ભાજપ સરકારમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સહિત વિવિધ ચીજવસ્તુઓમાં અવારનવાર થઈ રહેલા ભાવ વધારાના પગલે લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે જેમાં ચીજ વસ્તુઓમાં પણ સમયાંતરે થઇ રહેલા ભાવવધારાના પગલે ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલ બન્યું છે.


Share

Related posts

સીંગતેલના ભાવમાં સતત બીજા દિવસે ડબ્બે 50 રૂપિયાનો વધારો ઝીંકાયો

ProudOfGujarat

ગોધરા જ્યારે સસ્તા અનાજની દુકાને પરિવાર સાથે અનાજનો પુરવઠો લેવા આવનારા બાળકો સોશિયલ ડીસ્ટન્સમા જોવા મળ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલનાં હસ્તે માર્ગનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!