ભરૂચમાં બે ભેંસ વચ્ચે અથડામણ થતાં એક ભેંસના શિંગડામાં ગંભીર ઇજાઓ થતા પશુ દવાખાનાની ટીમ દ્વારા આ ભેંસના શિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં સરકાર દ્વારા પશુ સારવાર માટે એમ્બ્યુલન્સ અને દવાખાનું કાર્યરત છે જેમાં ડોક્ટર સંજય સિંહ તથા પાયલોટ મિતેશકુમારને એક ભેંસના માલિકે વાત કરેલ કે બે ભેંસ વચ્ચે અથડામણ થતાં એક ભેંસના શીંગડાનું આવરણ નીકળી જતા સતત લોહી વહી રહ્યું હોય જેના લીધે ભેંસને અસહ્ય પીડા થતી હોય આ ભેંસને પશુચિકિત્સક ડોક્ટર સંજય સિંહ દ્વારા તપાસવામાં આવતાં ભેંસની હાલત અત્યંત ગંભીર હોય તેનું લોહી વહેતુ અટકાવવા માટે આવશ્યક દવાઓ અને ઇન્જેક્શન મારવામાં આવ્યું હોય અને ભેંસનાં શિંગડાની ઇજાનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પશુ દવાખાનાની ટીમ દ્વારા આ ઓપરેશન બાદ ભેંસને પીડામાંથી મુક્તિ મળેલ છે.
Advertisement