માંગરોળ ખાતે નવીન અત્યાધુનિક ડાયાલીસીસ સેન્ટ૨ વિભાગનું ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ ઘ્વા૨ા સંચાલીત ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત રૂા.૭૦ લાખના ખર્ચે ડાયાલીસીસ વિભાગનું લોકાર્પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ, જળ સંપતિ અને પાણી પુરવઠા ગુજરાત સરકાર અને માન.રાજય કક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને આદિજાતિ વિભાગ ના મંત્રી શ્રીમતિ નિમીષાબેન સુથા૨ તથા માન.પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે ઈ–લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સામુહિક આરોગ્ય કેનદ, માંગ૨ોળમાં ડાયાલીસીસ વિભાગ શરૂ થતા જરૂરીયાતમંદ દર્દીઓને વિના મુલ્યે સા૨વા૨ મળશે અને આવવા – જવાના રૂા.૩૦૦/– ભાડા પેટે ગુજરાત સ૨કા૨ દ્વારા આપવામાં આવશે. હાલમાં ગુજરાતમાં ૮૧ ડાયાલીસીસ સેન્ટરો ગુજરાતમાં કાર્યરત છે. આજરોજ ગુજરાત રાજ્યમાં કુલ ૩૧ ડાયાલીસીસ સેન્ટ૨ોનું ઈલોકાર્પણ ક૨વામાં આવ્યું છે. આ ડાયાલીસીસ વિભાગમાં ત્રણ ડાયાલીસીસ મશીનો ૨૪ કલાકમાં ૧૮ દર્દીઓની ડાયાલીસીસ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
માન.વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું કે ગુજરાતમાં દ૨ ૩૦ થી ૪૦ કિ.મી. ના અંતરે ડાયાલીસીસ સુવિધા ઉપલબ્ધ બને અને તે ગુજરાત સ૨કા૨શ્રીના સહયોગ થી પુર્ણ થઈ રહયું છે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું કે હવે શહેરો તરફ કિડનીના દર્દીઓને ડાયાલિસીસ માટે જવું નહીં પડે તાલુકા મથકે શરૂ કરાયેલ ડાયાલિસિસ સેન્ટર કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે વધુમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા આરોગ્યક્ષેત્રે વિકસાવેલી સુવિધાની લોકોને સંપૂર્ણ માહિતી આપી હતી.
આ ડાયાલીસીસના ઈ–લોકાર્પણ પ્રસંગે સુરત જિલ્લા ભાજપાના મહામંત્રી દિપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા ભાજપા પ્રમુખ મુકુન્દભાઈ પટેલ, મહામંત્રી ૨મેશભાઈ ચૌધ૨ી, અર્જુનસિંહ રણા, સુ.જિ.પં. સિંચાઈ સ.નાં અઘ્યક્ષ અફઝલખાન પઠાણ, સુરત જિ.પં. દંડક દિનેશભાઈ સુરતી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધ્યક્ષ નયનાબેન સોલંકી, તથા તાલુકા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત માંગ૨ોળના ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, એપીએમસી ના ચે૨મેન દિલીપસિંહ રાઠોડ, તબીબી ભાટીયા અધિયક્ષ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માંગરોળ ડો. રાકેશભાઈ પટેલ, તાલુકા આરોગ્ય તાલુકા અધિકારી ડો.સમી૨ભાઈ ચૌધ૨ી, સ૨પંચ ડે. સરપંચ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરીયા : વાંકલ