વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઢાઢર નદીને અડીને આવેલા પશુ પાલક ખેડૂતોની જમીનમા પશુપાલક પોતાના પશુઓને લઈ ખવડાવવા જાય છે ત્યારે પશુ ઘાસચારો ખાઇને ઢાઢર નદીનું પાણી પીએ છે. પરંતુ ઢાઢર નદીનું પાણી કેમિકલ યુક્ત હોવાના કારણે પશુ પાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કેમિકલ યુક્ત પાણી પશુઓ પીવે છે ત્યારે પોતાના દુધાળા પશુ મરી જવાનો ભય પશુ પાલકોને સતાવી રહ્યો છે.
વહેલી તકે સરકાર આ કેમિકલ યુક્ત કંપની સામે કાર્યવાહી કરે તેવી વિરજય ગામનાં સરપંચ દીલિપ શાહ એ અસંખ્યવાર વડોદરા જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તેમજ પશુ પાલક ખેડૂતોની હાલત કફોળી બનવા પામી છે.
ઉદ્યોગોના પાપે વિશ્વામિત્રી નદીમાં સફેદીનો ચમકાર જોવા મળી રહ્યો છે. કેમિકલ વેસ્ટ આડેધડ નિકાલને કારણે નદીમાં સફેદ ફીણની ચાદર છવાઈ ગઈ છે. મકરપુરા જી.આઇ.ડી.સી. વડોદરા શહેરના કેમિકલયુક્ત પાણી, વડોદરા પાસે પોર રમણ ગામડી જી.આઇ.ડી.સી., વડોદરાના વાઘોડિયા જી.આઇ.ડી.સી. ના જેમાંથી કેમિકલયુક્ત દૂષિત પાણી ઠલવાઇ 40 કિલોમીટર દૂર વડોદરા વિશ્વામિત્રી અને ઢાઢરના સંગમ બાદ પાણીની આ હાલતમાં સર્જાય છે. મહીસાગરમાંની સમસ્યા દૂર કરતા તંત્રને ફીણ આવી ગયુ હતું ત્યારે હવે વડોદરાની એકમાત્ર વિશ્વામિત્રી, ઢાઢર નદીના કોટના કોઝવેથી એક કિલોમીટર દુર સુધી સફેદ ફીણવાળુ પાણી જોવા મળી રહ્યુ છે. કરજણના વીરજય ગામના સરપંચ દિલીપભાઈ એ બતાવ્યું આ પાણી વડોદરા, વાઘોડિયા, પોર સહિતની GIDC ના કેમિકલ કંપનીઓના પ્રતાપે પશુ પાલક ખેડૂતોને પશુ વિહોણું બનવું પડે તેવો વારો આવે તેમ છે.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : ઔદ્યોગિકરણના કારણે વિશ્વામિત્રી, ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ.
Advertisement