જામનગરને છોટીકાશીનું બિરુદ આપવામાં આવે છે આજે સાંજે જામનગરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ૪૧ મી ભવ્યાતિભવ્ય શિવજીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરશે.
શિવરાત્રી પર્વ નિમિત્તે છેલ્લા ૪૦ વર્ષથી જામનગરમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું મહાદેવ હર મિત્ર મંડળ અને હિંદુ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આજે યોજાનાર આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં 11 કિલો ચાંદીનું ગીત સ્વર અલંકારોથી સજ્જ ભગવાન આશુતોષની 11 સંસ્થા અને 21 જેટલી સંસ્થાઓના ચલિત ફલોટ તૈયાર કરાયા છે. ભગવાન શિવજીને ત્રિશૂલ, ડમરૂ, ચંદ્ર, માણસ, જનોઈ સહિતના સુવર્ણ અલંકારોથી સજ્જ કરીને નગરચર્યા કરવામાં આવશે આજે બપોર બાદ નીકળનારી આ શોભાયાત્રામાં ચાંદીની પાલખી સહિત શિવજીને જામનગરના હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના જીતુભાઈ લાલ દ્વારા ડમરુ સહિતના અલંકારો આપવામાં આવ્યા છે તેમજ જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સુવર્ણનું મસમોટું છત્ર શિવજીને અર્પણ કરાયું છે. મહાશિવરાત્રિના પાવન પર્વે શિવજીની આસુતોષ સ્વરૂપની પાલખીમાં બિરાજમાન થઇ સમગ્ર છોટી કાશીમા પરિભ્રમણ કરવામાં આવશે. જામનગરમાં પ્રથમ વખત શોભાયાત્રામાં શિવજીની આશુતોષ સ્વરૂપની પાલખીમાં ધોરણ અલંકારોથી સજ્જ કરીને શહેરીજનો માટે મુકવામાં આવશે આ શિવરાત્રીએ જામનગરના શિવભક્તો દ્વારા સુવર્ણ અલંકારોથી સજ્જ શિવજીના દર્શનને નિહાળવા લોકો ધન્યતા અનુભવશે.
જામનગરમાં છેલ્લા ૪૦ વર્ષોથી હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા યોજાતી આ શિવ શોભાયાત્રામાં આ વર્ષે કોમી એકતાના દર્શન થશે જેમાં જામનગરની મધ્યમાં આવેલ ચાંદી બજાર, દિપક ટોકિઝ વિસ્તારમાં શિવ શોભાયાત્રાનું સ્વાગત જામનગરના મુસ્લિમ અગ્રણી અલુભાઈ પટેલ અને નિવૃત્ત એએસઆઈ યુનુસ સમાજ દ્વારા આ શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે જેમાં ભગવાન આશુતોષની પાલખીનું પૂજન કરી શિવજીને રૂપિયા 11111 ની ચલણી નોટોનો હાર યુનુસ સમા દ્વારા પહેરાવશે અને રૂપિયા 5100 ની ચલણી નોટોનો હાર ભગવાન શિવજીને અલુ પટેલ દ્વારા પહેરાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવશે.