નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાવલિયા પંપીંગ સ્ટેશન પાસે આવેલા રાય તલાવડી વિસ્તારમાં ૧૨ જેટલા મકાનો તોડી પાડવામાં આવતા કાળજુ કંપાવનારી દ્રશ્યો ઉભા થયા છે. આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે અમને કોઈ પણ પ્રકારની નોટીસ પાઠવ્યા વગર અમારી અન્ય જગ્યાએ રહેવાની સગવડતા કર્યા વગર અચાનક જ પોલીસ સાથે રાખીને અમારા મકાનો તોડી પાડી અમોને ઘરવિહોણા કરી નાખ્યા છે.
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાવલિયા પંપીંગ સ્ટેશન પાસેના રાય તલાવડીમાં મકાનો તોડી પાડવામાં આવતા ભારે નાસભાગ મચી ગઇ હતી. આ વિસ્તારનાં રહેવાસીઓનું કહેવું છે કે અહીં તો વર્ષોથી અમે લોકો કબજો ધરાવીએ છીએ 81 ની સાલમાં સરકાર દ્વારા ટીપી સ્કીમને મંજૂર કરવામાં આવી હતી તે અંતર્ગત અમે અહીં રહેઠાણની વ્યવસ્થા કરેલી છે. સરકાર દ્વારા અમોને કોઈપણ પ્રકારની નોટીસ પાઠવવામાં આવેલી નથી અમોએ હાઇકોર્ટમાં નોટિસનો જવાબ પણ આપ્યો છે એ નોટિસનો જવાબ આપ્યા વગર કઈ રીતે અમારા ગરીબના મકાન સરકાર દ્વારા તોડી પાડવામાં આવે છે. અમોએ સત્તાધિશોને ફોન કર્યા પરંતુ કોઈએ ટેલિફોનિક જવાબ પણ આપ્યો નથી, અહીં બાર મકાન તોડી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી. આ બાર મકાનોની અંદર ૭૦ જેટલા વ્યક્તિઓને રહે છે, છ થી સાત વિધવાઓ રહે છે અને ત્રણ કે ચાર મહિલાઓ પ્રસૂતા છે. આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે અમારી ગરીબની કોઈ રજૂઆત આ દેશમાં સાંભળતું નથી અમારી પાસે મકાનોના ચોક્કસ આધાર પુરાવા છે તેમ છતાં લેન્ડગ્રેબિંગ બતાવીને અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા છે આ તે કેવો ન્યાય છે ? આ તે કેવી સરકાર છે? વિકાસની વાતો કરતી સરકાર અમો પણ ભારતના નાગરિકો છીએ અમારી કોઈ જગ્યાએ સરકાર દ્વારા સગવડતા કે વ્યવસ્થા કરવામાં આવી નથી. અમોને તાત્કાલિક મકાનો તોડી ઘરવિહોણા કરી નાખ્યા છે તો અમારી રજૂઆતને સાંભળો અમે કરેલી હાઈકોર્ટમાં અરજીનો જવાબ પણ હજુ સુધી આવ્યો નથી. કેવી રીતે અમારા મકાનોને તોડી પાડ્યા સત્તાધીશો તેનો અમોને જવાબ આપે, આ સહિતના મુદ્દાઓ પર આ વિસ્તારના રહેવાસીઓએ ગડગડ કંઠે સરકાર સમક્ષ તેઓના રહેઠાણની વ્યવસ્થા કરવા તેમજ તેઓના મકાનોને બચાવવાની અપીલ કરી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાએ 12 મકાનો તોડી નાંખતા રહીશોમાં રોષ.
Advertisement