Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ટંકારીયા ગામની ફરહિન મુન્શીએ વી.એન.એસ.જી.યુ યુનિવર્સિટીના MSC મેથેમેટિક્સ વિભાગમાં બે સુવર્ણ ચંદ્રક કર્યા પ્રાપ્ત.

Share

ટંકારીયા ગામની ગૌરવ ગાથામાં વધુ એક સોનેરી અધ્યાયનો ઉમેરો થયો છે. સમાજ, ગામ અને ઘોડીવાલા કુટુંબ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. ટંકારીયા ગામના અને ઘોડીવાલા કુટુંબના ફરહીન ઝાકીર મુન્શીએ વિશ્વ વિખ્યાત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ એસ સી મેથેમેટિક્સ વિભાગમાં બે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા છે. પ્રથમ N.M. SHAH M.SC. GOLD MEDAL, pure mathematics માં સૌથી વધુ CGPA મેળવવા માટે અને બીજો PROFESSOR Dr.A.P. VERMA GOLD MEDAL, M.Sc. Mathematics Degree માં પણ સૌથી વધુ CGPA મેળવવા માટે મળ્યા છે.

તેણીની સફળતા તમામ માટે ઉત્તમ ઉદાહરણ છે. આ સિધ્ધિ હાંસલ કરી તેણીએ પોતાના માવતરનું નામ પણ રોશન કર્યું છે. ઉપરાંત ભરૂચી વહોરા પટેલ સમાજ, ટંકારીઆ ગામ અને સમગ્ર ઘોડીવાલા પરિવારનું નામ રોશન કર્યું છે.

Advertisement

યાકુબ પટેલ, ભરૂચ


Share

Related posts

ભરૂચ એલ.સી.બી પોલીસે બે વર્ષથી નાસતા-ફરતા બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બેંક ઓફ બરોડા એટીએમ નાં તાળા તૂટ્યા

ProudOfGujarat

ઝાલૉદ તાલુકા ના હાઇવે મા જતી જમીન બાબતે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!