સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે રવિવારે વિજયા એકાદશીના શુભદિને દેવોને ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ તથા વાઘા ધરાવવામાં આવ્યા હતા. રજાનો દિવસ હોય સવારથી સાંજ સુધી અવિરત ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી.
ભક્તોએ પ્રથમ વખત નારંગીના અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે આજે વિજયા એકાદશીના શુભદિને ઓસ્ટ્રેલીયા રહેતા અમદાવાદના હરિભક્ત યશભાઇ કુમુદભાઇ પટેલના યજમાન પદે દેવોને ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેવોને પણ નારંગીના વાઘા ધરાવવામાં આવ્યા હતા. મંદિરના સહાયક કોઠારી શ્યામવલ્લભસ્વામી આ ઉત્સવ માટેના પ્રેરક બન્યા હતા. તા.૬ માર્ચને રવિવારના રોજ ૬૨ મી રવિસભા યોજાશે. વડતાલ નીજ મંદિરમાં ડ્રાયફ્રુટ, ચિક્કી ઉત્સવ એવમ અન્નકુટ દર્શન સવારે ૧૦ થી ૬.૩૦ સુધી યોજાશે. તેમ વડતાલ મંદિરની એક યાદીમાં જણાવાયું છે.
નરેશ ગનવાણી : નડિયાદ