આમ તો સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ બેફામ બનેલા બુટલેગરોની કરતુતોના કારણે અવારનવાર લાખો કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાવાનું સામે આવતું હોય છે, અંકલેશ્વરમાં પણ પોલીસે બે અલગ અલગ સ્થળે દરોડા પાડી અંદાજીત ૩૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરતા બુટલેગરોમાં ફફડાટની લાગણી છવાઈ છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ હિના એન્જીયરીંગ કંપનીમાં પોલીસે દરોડા પાડતા કંપની કંપાઉન્ડમાં રહેલ બોલેરો પિકઅપમાં મુકવામાં આવેલ વિદેશી શરાબના જથ્થા સાથે મોતી ભૂરા કટારા અને કાના મોતીભાઈ પાદરિયા નામના ઇસમોની ધરપકડ કરી છે તેમજ મામલે કંપનીના માલિક જીગ્નેશ પરીખને વોન્ટેડ જાહેર કરી તેઓ પાસેથી વિદેશી શરાબનો જથ્થો બોલેરો પિકઅપ સહિત ૧૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી એક ટ્રકમાં મુકવામાં આવેલ વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં બુટલેગર મુકેશ અર્જુન વસાવા સહિત અન્ય બે ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વિદેશી શરાબ ભરેલ ટ્રક સહિત ૧૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ