Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પૂ.રવિશંકર મહારાજની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાઇ પદયાત્રા.

Share

“ઘસાઇને ઉજળા થઇએ, બીજાને ખપમાં આવીએ” સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરનાર પૂજ્ય રવિશંકર મહારાજના સેવાકાર્યોમાંથી પ્રેરણા લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઇ જવું જોઇએ તેમ નવસારીના સાંસદ સી.આર.પાટીલએ આજે પૂજ્ય રવિશંકર મહારાજની ૧૩૮ મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ ખાત્રજ ચોકડીથી પૂજ્ય રવિશંકર મહારાજના વતન સરસવણી સુધીની ૨૦ કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે પૂજ્ય રવિશંકર મહારાજએ ૬ હજાર કિલોમીટર જેટલો પ્રવાસ કરી પ્રજામાં જન જાગૃત્તિ ફેલાવી ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓશ્રીએ કોઇપણ જાતના સત્તાના મોહ વગર સમર્પણની ભાવનાથી ગુજરાતની પ્રજા માટે કામ કર્યુ છે. રાજ્યને સમૃધ્ધ બનાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે. ભૂમિદાન મેળવવામાં પણ તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે.

આ પ્રસંગે જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યો કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને શ્રી પાટીલના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. તેમજ સેવાકાર્યો કરનાર તમામ સંસ્થાઓ/વ્યક્તિઓને અભિનંદન પાઠવી બાકીના લોકોએ તેમનામાંથી પ્રેરણા લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઇ જવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચનમાં પદયાત્રાની માહિતી આપી પૂજ્ય રવિશંકર મહારાજના વિચારો અને કાર્યોને અનુસરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પૂજ્ય રવિશંકર મહારાજના જીવન ઉપર લખાયેલ ‘લોકરૂષિ’ પુસ્તિકાનું મહાનુવોના હસ્તે વિમોચન કરાયુ હતું. દેશભરમાં ચાલી રહેલ પલ્સ પોલિયો નાબૂદી અભિયાનના ભાગરૂપે યોજાયેલ પલ્સ પોલિયો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને પોલીયોની રસીના ટીપા પીવડાવી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, દંડક પંકજભાઇ દેસાઇ, ગોરધનભાઇ ઝડફીયા, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન, પૂજ્ય રવિશંકર મહારાજના પૌત્ર કૃપાશંકર, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ શીલાબેન વ્યાસ, હસમુખભાઇ પટેલ, વસંતભાઇ પટેલ, વિપુલભાઇ પટેલ સહિત પદયાત્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરત : ઉધના સ્થિત સંજય નગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં નજીકની મિલનું ગંદુ અને પ્રદુષિત પાણી વસાહતની વચ્ચે વહેતા સ્થાનિક લોકો પરેશાન.

ProudOfGujarat

અંકલેશ્વર-હાસોટ ના મુખ્ય માર્ગ ઉપર ઝાડ ધરાશય થતા એક યુવાનને ગંભીર ઇજા, યુવાનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો…

ProudOfGujarat

વડોદરા : આદિવાસી અને જંગલ વિસ્તારમાં રહેતા પરિવારોના સર્વાંગી વિકાસ અર્થે પેસા એકટ કાયદો લાગુ કરવાની કોંગ્રેસ દ્વારા કરાઈ માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!