જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર આયોજિત તારીખ 21/2/2022 થી તારીખ 23/2/2022 સુધી સાપુતારા જિલ્લો ડાંગ મુકામે રાજ્ય કક્ષાના “કલા ઉત્સવ” માં પ્રાથમિક શાળા પાનોલી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચની વિદ્યાર્થીની યાસ્મીન અબ્દુલ સત્તાર સાહેબ” ચિત્રકલા સ્પર્ધા” માં “આઝાદીકા અમૃત મહોત્સવ “અંતર્ગત ભારતના આઝાદી માટે વીર શહીદોની ભૂમિકા દર્શાવતું ચિત્ર દોરી દેશની આઝાદીના લડવૈયાઓને રંગ અને રેખાંકન દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાની કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા, ગામ પાનોલી, તાલુકો- બ્લોક અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ અગાઉ પણ પ્રાથમિક શાળા પાનોલીના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ ચિત્રકલા સ્પર્ધામાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું છે. શાળા પરિવાર વિદ્યાર્થીની આદમીને હાર્દિક અભિનંદન પાઠવે છે ભવિષ્યમાં પણ કલા ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી પોતાનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
ડાંગ ખાતે રાજ્ય કક્ષાના “કલા ઉત્સવ” માં ભરૂચની વિદ્યાર્થિનીએ રાજ્યકક્ષામાં ચિત્રકલા ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી.
Advertisement