Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ વિસ્તારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પડતી વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.

Share

કરજણ તાલુકાના ધામણજા ગામ જતા રોડ ઉપર દુધિયા પીરની દરગાહ પાસેથી ગેરકાયદે નશાકારક વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા કિંમત રૂ. 87 હજારની વેગન આર ગાડીમાં હેરાફેરી કરતાં એક ઇસમને વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી. ની ટીમે ઝડપી પાડી રૂ. 1,87,620/- નો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

        મળતી માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમ ખાનગી વાહનમાં કરજણ વિસ્તારમાં મીંયાગામની સીમમાં ધામણજા જતા રોડ ઉપર દુધીયાપીરની દરગાહ પાસે તા. 25 ની સાંજના વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન ધામણજા ગામ તરફથી એક આસમાની કલરની મારૂતી વેગન આર, કાર નં- GJ-06-CB-2123 આવતા તેને રોકી કારમાં બેસેલ ડ્રાઇવરનુ નામ, સરનામુ પુછતા તેણે પોતાનું નામ મહેબુબભાઇ લલ્લુભાઇ પઠાણ, ઉ.વ. ૫૮, રહે. સાલેહ પાર્ક -૧, પાલેજ, તા.જી. ભરૂચ, મુળ રહે. પઠાણ વાડા, પેટલાદ, જી. આણંદનો હોવાનુ જણાવ્યું હતું. કારમાં તપાસ કરતા કારની અંદર આગળની ડાબી તરફની શીટની નીચેના ભાગે એક લીલા કલરના થેલામાં બે પેકેટમાં વનસ્પતીજન્ય નશાકારક માદક પદાર્થ મળી આવ્યો હતો. જે એન. ડી.પી.એસ.લગત હોય સદર હકીકત અંગે વિગતવાર રિપોર્ટ કાર્યવાહી કરી વધુ તપાસ કરતાં વેગન આર ગાડીના ડ્રાયવર સીટની બાજુમાં સીટની નીચેના ભાગે એક લીલા કલરનો મીનીયા પ્લાસ્ટિકનો થેલો મુકેલો હતો. જેમાં બે બ્રાઉન કલરની સેલોટપ લગાવેલ પેકેટ મળી આવ્યા હતાં. આ પેકેટને તોડી તેમાં રહેલી ભૂરા કલરની થેલી તોડી જોતાં તેમાં વનસ્પતિજન્ય ભેજવાળો ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેનું એફ.એસ.એલ.દ્વારા પરીક્ષણ કરાવતાં ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. સદર ઇસમને તેની પાસેથી પકડાયેલ નશાકારક ગાંજાનો જથ્થો પોતે કયાંથી અને કોની પાસેથી લાવેલ છે અને કોને આપવાનો હતો તે અંગે પુછપરછ કરતા પોતે આ ગાંજાનો જથ્થો સુરતના અશ્વિની કુમાર બ્રીજ પાસેથી એક અજાણ્યા ઈસમ પાસેથી લાવેલ છે અને આ ગાંજાનો જથ્થો રાજેન્દ્ર ઉર્ફે લાલો કાંતીલાલ શાહ, રહે- જૈન દેરાસર, પરબડી ચોક, મીયાગામ, તા.કરજણ, જી.વડોદરાને વેચાણ આપવા જતા દરમ્યાન પોતે પકડાઇ ગયેલ હોવાની હકિકત બહાર આવી હતી. જે બાબતે વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી એ નશાકારક વનસ્પતિજન્ય ગાંજો કુલ વજન 8.712 કિલો કુલ કિંમત રૂ.87,120/-, રૂ.500 નો એક મોબાઈલ તેમજ રૂ. એક લાખની વેગન આર ગાડી મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 1,87,620/- ના મુદામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી ગાંજો વેચાણ આપનાર અને મંગાવનાર રાજેન્દ્ર ઉર્ફે લાલો શાંતિલાલ શાહ એમ ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

ભરૂચ : ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર, નગરપાલિકા અને જન શિક્ષણ સંસ્થાનનાં સંયુકત ઉપક્રમે વાલ્મીકિ વાસમાં શ્રમદાન કરાયું.

ProudOfGujarat

કાલોલમાં ઠગકંપનીએ ૧૮૩ લોકોના ૨૫ લાખ ₹ નુ ફુલેકુ ફેરવીને ફરાર થતા ચકચાર

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૪,૦૦૦ કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!