Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીના ભલગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે સ્મૃતિવનનું કરાયું લોકાર્પણ.

Share

ભલગામડા સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ખાતે સરસ્વતી સહાય યોજના કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણાના હસ્તે વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ 10 માં અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓનો વિદાય આપવામાં આવી હતી.

ઝાલાવાડના અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળાના સદગત પુત્ર અલીભાઇના સ્મર્ણાર્થે ભલગામડા સરકારી માધ્યમિક હાઇસ્કૂલના પટાંગણમાં તૈયાર કરવામાં આવેલા સ્મૃર્તિવનનું કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણાએ લોકાર્પણ કર્યું હતું. વનમંત્રી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શહેર ઉપરાંત છેવાડાના ગ્રામ વિસ્તારોમાં કન્યા કેળવણીને વધુ વેગવતુ બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના હિસાબે ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણીનો ગ્રાફ ઉંચો આવ્યો છે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ એમ બારડે ભલગામડા ગામને હરિયાળું બનાવવા ગ્રામજનોને દરેક વ્યક્તિએ પોતાના આંગણામાં એક વૃક્ષ વાવી એનુ જતન કરી ઉછેર કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા. ગ્રામજનોએ આગામી દિવસોમાં ભલગામડા તળાવ કાંઠે રમત ગમત મેદાનમાં 5500 વૃક્ષો વાવી સંકલ્પ વનનુ ગ્રામજનો દ્વારા નિર્માણ કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ બારડ, તથા ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા, રામકૃષ્ણ મિશનના પ્રફુલ મહારાજ, સરપંચ સુખદેવસિંહ રાણા, ઉપસરપંચ શક્તિસિંહ ઝાલા, વાઘુભા રાણા, સંજયભાઈ અમદાવાદીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સરકાર માધ્યમિક હાઇસ્કૂલના અવનીબા ઝાલા, શ્ચેતાબેન ચિત્તલીયા, રઘુવીરસિંહ રાઓલ તથા અપેક્ષાબેન દેસાઇ એ જહેમત ઉઠાવી હતી. રામકૃષ્ણ મિશનના પ્રફુલ મહારાજે આષિર્વચન પાઠવ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

દિલ્હી : વિકાસપુરીના લાલ માર્કેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

ProudOfGujarat

વલસાડ : જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા ભાજપના અગ્રણી દિલીપ દેસાઈ.

ProudOfGujarat

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સમૂહ શાદી નું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!