નડિયાદ મંજીપુરા રોડ પર આવેલ બાલાજી સોસાયટીમાં રહેતા અને કઠલાલ નવોદય શિક્ષક વિજયભાઈ રાઠોડનું પત્ર તથ્ય એમ.બી.બી.એસ માટે યુક્રેન ચેરનીવીસ્તીમાં આવેલ કોલેજમાં એડમીશન લીધુ હતું. ડિસેમ્બરમાં તથ્ય યુકેન ગયો હતો. તેઓએ જણાવ્યું હતું કે, યુકેનમાં યુધ્ધ અંગેના ન્યૂઝ મળતાં મારા પિતાએ પરત ઇન્ડિયા આવી જવાનું કહેતા તા. ૨૩ મીએ સાંજે ૭ ક્લાકે ફ્લાઈટમાં બેઠો હતો તે ફ્લાઇટ ઇન્ડિયા રવાના થઇ હતી. ગુરૂવારે સવારે પ ક્લાકે દિલ્હી ઉતર્યા ત્યારે ન્યૂઝમાં વહેલી સવારે ૩.૩૦ ક્લાકે કીવ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે સાંભળીને આંચકો લાગ્યો હતો. હાલ અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. જ્યારે નડિયાદના પ્રવિણભાઇ પરમારના પુત્ર નિપુણ પણ બુધવારે યુક્રેનથી દિલ્હી અને ત્યાંથી શવારે સવારે ૯ કલાકે અમદાવાદ આવી ગયો હતો. ઘેર આવતાં સાથે પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદના બે વિદ્યાર્થીઓ યુકેનથી હેમખેમ પરત આવ્યા.
Advertisement