Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દીકરીઓને સ્વ- બચાવની તાલીમ અપાઈ.

Share

પ્રાથમિક શાળા સાહોલ ખાતે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી દીકરીઓને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્વ- બચાવની તાલીમ નિહોન શોટોકાન કરાટે એસોસિએશન તરફથી સિહાન ચિંતનભાઈ પટેલની ટીમમાંથી રાકેશભાઈ ચૌહાણ કોચ દ્વારા તાલીમ શાળા કક્ષાએ તારીખ 22-02-2022 થી તારીખ 25-02-2022 એમ દિન 4 સુધી આપવામાં આવી હતી. આ તાલીમમાં ફેશ પંચ, ચેસ્ટ પંચ, મિડલ પંચ, હેડ સાઈડ લોક, સાઈડ લોક, ગરદન એક – બે હાથે બચાવ જેવી વિવિધ તાલીમ પ્રેક્ટિકલ રીતે તાલીમબદ્ધ આપવામાં આવી હતી.

આ તાલીમ પેટે સાહોલ શાળાના એસ. એમ. સી. ખાતાના માધ્યમથી નિહાન શોટોકાન કરાટે એસોસિએશન ને ચેક દ્વારા રૂપિયા 5000/- ચૂકવવામાં આવ્યા હતા. દીકરીઓને તાલીમ આપવા બદલ શાળા પરિવારે, સરકારશ્રી અને ચિંતનભાઈ પટેલ – રાકેશભાઈ ચૌહાણને અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ : વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ઈન્ડિજીનસ આર્મી ઑફ ઇન્ડિયા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : દયાદરા ગામેથી ભરૂચ રૂરલ પોલીસે રૂ. 1.70 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!