શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે પોલીયો રસીકરણ અંગેની તાલીમ યોજવામાં આવી હતી. એન.એસ.એસ.ના સેવાભાવી વિદ્યાર્થીઓ આ તાલીમ લીધી હતી. એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો જયશ્રી ચૌધરી એ પ્રસ્તાવના બાંધી હતી પ્રારંભિક પ્રાથમિક માહિતી આપી હતી.
આ તાલીમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સ્ટેટ વેકસિનેટર રાજેશ ચૌધરીએ પોલિયો થવાના કારણો, પોલિયો નાબૂદી માટેના પ્રયાસો અને પોલિયો ટીપા પીવડાવવાની પદ્ધતિ અંગેનું નિદર્શન કર્યું હતું. સિનિયર ટીબી સુપરવાઇઝર અલ્પેશ પટેલ ટીબી થવાના કારણો અને તે અંગેની માહિતી અને સરકારની સહાય વિશે માહિતી આપી હતી. ૨૭ મી તારીખે પોલીયો રસીકરણ કાર્યક્રમમાં કોલેજના એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓ સેવા આપશે. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા રાજેશ પંડ્યા એ આભારવિધિ કરી હતી અને વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આ સમાજસેવા પુણ્યનું કામ છે જે સદભાગી હોય તેને સમાજ સેવા કરવાની તક પ્રાપ્ત થાય છે.એન.એસ.એસ.ના સક્રિય રાહુલ વસાવા અને સેવક પઢીયારે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી.
અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોલીયો રસીકરણ તાલીમ યોજાઈ.
Advertisement