Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

Share

ગુજરાત રાજ્યરની વિવિધ વિકાસલક્ષી અને રોજગારલક્ષી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓને મળે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો – 2022 કે.જે.પોલીટેકનીક ભરૂચ ખાતે માર્ગ-મકાન વિભાગના મંત્રી અને જીલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું દિપ પ્રગટાવીને ઉદઘાટન કર્યા બાદ સમારંભના અધ્યક્ષ માર્ગ – મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સને-૨૦૧૦ માં ગરીબો માટે સરાહનીય કામગીરી શરૂ કરી છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબ પરિવારો સ્વાવલંબન અને સક્ષમ બન્યા છે. ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોના જીવનમાં બદલાવ આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબોને ઓશિયાળાપણામાંથી મુક્ત કરવા ગરીબ કલ્યાણ મેળાનો જન સેવાયજ્ઞ છેવાડાના માનવી સુધી પહોંચાડેલ છે.

તેમ જણાવી મંત્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત લાભાર્થીઓને મળેલ સાધન સહાયનો સાચી દિશામાં ઉપયોગ કરી આર્થિક રીતે સ્વાવલંબિ બનવા અનુરોધ ર્ક્યો હતો. તેમણે રાજ્યર સરકાર દ્વારા અમલી કન્યા કેળવણી, કૃષિ મહોત્સવ, આરોગ્યલક્ષી યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સેવા સેતુ, ખેલમહાકુંભ જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત આમ આદમીનું જીવનધોરણ ઊંચુ લાવવાનો સરકાર પ્રયાસ કરી છે. સરકારના ગરીબ કલ્યાણ મેળાથી વચેટીયાની પરંપરા નાબૂદ થઇ છે અને ગરીબોના હકકના નાણાં સીધા જ તેમના હાથમાં આપીને હજારો ગરીબોને લાભ આપી આત્મનિર્ભર બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. આજે મળેલ સાધનોનો સદઉપયોગ કરી ગરીબીમાંથી મુક્તિ મેળવી ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા લાભાર્થીઓને અનુરોધ ર્ક્યો હતો.

આજના આ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 6317 લાભાર્થીઓને રૂા.20 કરોડની સહાયનું વિતરણ માર્ગ-મકાન મંત્રી અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદી અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 12 તબક્કાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં સૌથી વધુ 4000 મહિલાઓએ સરકારી યોજનાનો લાભ મેળવી સ્વાવલંબન અને સક્ષમ બનવા આગળ આવી લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ અને જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીએ કૃષિલક્ષી યોજનાઓનું ખેડૂતો વધુમાં વધુ લાભ મેળવી રાસાયણિક ખેતીની જગ્યાએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ આવે તે માટે અપીલ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોરબી ખાતે આયોજિત રાજ્ય કક્ષાના ‘ગરીબ કલ્યાણ મેળા’ કાર્યક્રમનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પોલિસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, વિનય વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ મોનાબેન પટેલ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાયોજના વહીવટદાર જે.પી.અસારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિયુષભાઈ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુર ખાતે આવેલી સાર્વજનિક હોસ્પિટલને ૧૪ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવાયો.

ProudOfGujarat

ટ્વિટર પર આવ્યું અમેઝિંગ ફીચર, હવે એક ક્લિકમાં કરી શકશો વીડિયો ડાઉનલોડ

ProudOfGujarat

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!