Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં તસ્કરો બેફામ : સદગુરુ કોમ્પલેક્ષમાં ધારાશાસ્ત્રીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.

Share

ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બનતા જઈ રહ્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસ સામે પડકાર ફેકી રહ્યા છે. તસ્કરોએ ખાસ કરી અંકલેશ્વરને નિશાને લીધું હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી અનેક ચોરીઓના બનાવો અંકલેશ્વરમાં બની રહ્યા છે, જેમાં વધુ એક ઘટના સામે આવી છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સદગુરુ કોમ્પલેક્ષમાં ધારાશાસ્ત્રીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી નકુચો તોડી અંદર પ્રવેશ કરી તેમાં રહેલા રોકડા અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૬૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થતા ખળભળાટ મચ્યો હતો.

Advertisement

જોકે ચોરીની સમગ્ર ચોરી અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના કર્મીઓએ સ્થળ પર પહોંચી જઈ બનાવ સ્થળનું નિરીક્ષણ કરી સમગ્ર ઘટના અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કરી મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

હારુન પટેલ


Share

Related posts

ભરૂચ : નેત્રંગ ખાતે ભારતિય કિસાન સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે મુખ્યંત્રીને સંબોધી મામલતદારને આવેનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ગુજરાતી કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા વરેડીયા પાસે ઈસ્તારા મલ્ટી બ્રાન્ડ ડીનર કોર્ટ ખુલ્લુ મુકાયું

ProudOfGujarat

અંકલેશ્વર : બેંકોમાં વોચ કરી બેંકોમાં પૈસા ભરવા આવતા જતાં નાગરિકોને વિશ્વાસમાં લઈ પૈસા પડાવી લેતા ગેંગના ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!