યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા બે દિવસથી યુદ્ધની સ્થિતીનું સર્જન થયું છે, જેને લઈ યુક્રેનમાં વસતા મૂળ ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે, રશિયન આર્મી દ્વારા એક બાદ એક કરવામાં આવતા બોમ્બ વિસ્ફોટ અને મિસાઇલ એટેકથી ત્યાં વિવિધ શહેરોની યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ધ્રુજી ઉઠ્યા છે અને ભારત સરકાર ત્વરિત તેઓની મદદ માટે કોઈ એક્શન લે તેવા અનેક વીડિયો વિદ્યાર્થીઓ સોશિયલ મિડિયા થતી મોકલી રહ્યા છે અને મદદ માંગી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના પણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયા બાદ ત્યાં સર્જાયેલ યુદ્ધની સ્થિતીમાં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થીઓના પરિવારજનોનું સર્વે હાથધરી પરિવારનો હોંસલો રાખવા સાથે સર્વેની કામગીરી શરૂ કરી છે.
ભરૂચના ASP અધિકારી વિકાસ સુંડાએ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વિદેશ મંત્રાલયના IFS અધિકારી અશોક કુમાર સાથે વાતચીત કરી છે, તેમજ વિધાર્થીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી આશ્વાસન અપાયું છે, ત્યારે આ પ્રકારની સ્થિતિમાં ફસાયેલ વિદ્યાર્થીઓના પરિવારજનોએ પણ તંત્રને વહેલી તકે તેઓના બાળકોને સ્વદેશ લાવવામાં આવે તેવી મદદની માંગ કરી હતી.
હારુન પટેલ : ભરુચ