Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાપી જિલ્લાના વ્યારા ખાતે વોર્ડ નં. 2 માં ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

Share

તા.૨૪મી ફેબ્રુઆરી – ૨૦૨૨ના રોજ વ્યારા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં વ્યારા નગર વોર્ડ નં.૨ ના લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનઓનો લાભ અપાવ્યો. જેમા વિધવા સહાય ગંગા સ્વરૂપા યોજના, નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ઉજવલા ગેસ યોજના, અંત્યોદય કાર્ડ યોજના, NAFS યોજના અંતર્ગત મળી કુલ – (૨૨) લાભાર્થીઓને લાભ અપાવ્યો. સયાજી ગ્રાઉન્ડ, વ્યારા ખાતે ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સહાય, કીટ, પ્રમાણપત્ર વિગેરેનુ વિતરણ કરવામાં આવ્યુ. લાભાર્થીઓને સહાય, સામગ્રી વિતરણમા જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ સાહેબ, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જીલ્લા પ્રમુખ જયરામભાઇ ગામીત, જીલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન નીતિનભાઈ ગામીત તથા તાપી જિલ્લા કલેટલક્ટર વઢવાણિયા, D.D.O. શ્રી કાપડીયા સર ચીટનીશ બી.બી.ભવસાર, મામલતદાર દીપકભાઈ સોનાવાલા સાહેબ તથા મહેસુલી સ્ટાફ, તલાટી સ્ટાફ હાજર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલને ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા 5 કમ્પ્યુટર સિસ્ટમ ભેટ અપાઈ…

ProudOfGujarat

ઉમરપાડાનાં ચોખવાડા ગામે માધ્યમિક શાળામાં ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોસ્ટર સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચમાં કસાઈઓ સામે પોલીસે લાલઆંખ કરી, ૬ સ્થળેથી ગૌ માસનું વેચાણ કરતા ૬ ઝડપાયા એક વોન્ટેડ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!