વસો તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ ખાતે અલાઇન્સ ઇન્ડિયાના સંપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત પીજના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં એક આરોગ્ય ઇન્ટ્રીગેશન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અલાઇન્સ ઇન્ડિયાના સંપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ યોજાઈ હતી. જેમાં એચ. આઈ. વી. – એસ. આર.એચ.આર ઇન્ટ્રીગેશન માટેની તાલીમમાં કન્સલ્ટર ડૉક્ટર નેહાબેન પંચાલ દ્વારા તમામ તાલીમાર્થીઓને તમામ પાસાઓની સંપૂર્ણપણે તાલીમ અપાઇ હતી. આ પ્રોજેક્ટના મેનેજર કમલેશ ભટ્ટ, જિલ્લા મેનેજર મહેશ પરમાર અને આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજના તમામ સ્ટાફને પણ સંપૂર્ણપણે તાલીમ આપી હતી. જેમા એ. ડી.એચ.ઓ ડોક્ટર જી. બી ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ પ્રકારની તાલીમ અપાતી હોય છે આ તાલીમમાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement