જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે વોકેશનલ સ્કિલ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર આપવાનું તેમજ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચના સંકલનથી કેરીયર ગાઈડન્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા કારોબારી અધ્યક્ષ જયેશભાઈ ડી. પટેલ, ભાજપના સંગઠન પ્રમુખ ભરતભાઈ પટેલ, સરપંચ જેસંગભાઈ પરમાર, શાળાના ટ્રસ્ટી કેરશીભાઈ ઈલાવ્યા, આચાર્ય ધર્મેશભાઈ જોષી, યુવા ભાજપ પ્રમુખ તુષારભાઈ પટેલ, પંચાયત સભ્ય નિલમ પટેલ તથા કૌશિક રાઠોડ તેમજ યુવા આગેવાન જીતુભાઈ પટેલ, આશીષભાઈ પટેલ વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆત બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી અને જે.એસ.એસ દ્વારા અપાતી તાલીમ અંગે વિસ્તૃત માહિતી પૂરી પડાઈ. ત્યારબાદ દિપ પ્રાગટય કરી કાર્યક્રમ આગળ ધપાવતા જીમીબેન પટેલ દ્વારા સહુનું સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જે.એસ.એસ.ના તાલીમાર્થીઓને આ તાલીમ થકી આગળ વધી પોતાનો રોજગાર વ્યવસાય શરૂ કરવા આશીવૅચન પાઠવ્યા હતાં. નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા બહેનોને આગળ અભ્યાસ અને વ્યસાયમાં રહેલી તકો વીશે માહીતી આપતા દિવ્યજીતસિંહ ઝાલાએ વિસ્તૃત ચર્ચા કરી હતી અને તાલીમાર્થી બહેનોને રોજગારી તથા સ્વરોજગારી અંગે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જે.એસ.એસ. તરફ્થી ક્રિષ્ણાબેન કઠોલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. જીમીબેન પટેલ દ્વારા સૌનો આભાર વ્યકત કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
હાંસોટ : જે.એસ.એસ. દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા કેરીયર ગાઈડન્સ કાર્યક્રમ યોજાયો.
Advertisement