Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના નવા બનનારા ગ્રામ્ય માર્ગોનું કરાયું ખાતમુહુર્ત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કેટલાક ગ્રામ્ય માર્ગોનું આજરોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પીપદરા ચોકડીથી સંજાલી ગામને જોડતો રસ્તો, વઢવાણા ગામને જોડતો રસ્તો તેમજ ઈન્દોરથી મોટા વાસણાને જોડતો રસ્તો મળીને કુલ રૂ. ૧ કરોડ ૨૯ લાખના ખર્ચે આ રસ્તાઓ તૈયાર થશે. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર થયેલા આ રસ્તાઓના કામનું આજરોજ ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા સંગઠનના હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ સદસ્યો ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા ઘણા માર્ગોનું નવિનીકરણ કરવાની જરુર વર્તાતી હતી ત્યારે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ માર્ગો મંજુર થતાં તાલુકાના આ અંતરિયાળ ગામોની જનતાને તાલુકા મથક ઝઘડીયા સહિત રાજપારડી અને ઉમલ્લા જેવા મથકોએ આવજાવ કરવામાં સુગમતા રહેશે. રસ્તાઓ મંજુર થતાં ગ્રામ્ય જનતામાં અાનંદની લાગણી જોવા મળી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા પેન્સનર્સ ડે ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા ૧ લાખ ઉપરાંતની કરી ચોરી

ProudOfGujarat

સુખની શોધ ના થાય, શોધમાં જ સુખ સમાયેલું છે- ડો. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!