પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમ નામના જીવલેણ રોગના 12 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘરખમ ઘટાડો થયો છે. જોકે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બીજી એક જીવલેણ બીમારીના કેસ નોંધાતા ચિતામાં વધારો થયો છે. ગોધરા શહેરમાં કોરોનાના કેસોમાં બે દિવસથી રાહત મળી હતી ત્યારે શહેરમાં જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમ નામના રોગે દેખા દેતા શહેરીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો આ તરફ જીવલેણ રોગના લક્ષણોને લઇ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા સાપા રોડ, વાગડિયા વાસ, દયાનંદ નગર અને સત કેવલ સોસાયટી વિસ્તારમાંથી આ રોગના લક્ષણો ધરાવતા 12 ઉપરાંત કેસો મળી આવ્યા છે. જે તમામ દર્દીઓ વડોદરા ખાતે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે આજરોજ વડોદરા મેડીકલ કોલેજ, તેમજ ગોત્રી મેડીકલ કોલેજની તજક્ષ તબીબોની ટીમ ગોધરા ખાતે આવી પહોચી હતી અને ભુરાવાવ વિસ્તારમાં ગુલિયાન બેરી સિન્ડ્રોમના જે કેસો દેખાયા છે. તે વિસ્તારની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થીતીનો તાગ મેળવ્યો હતો. વડોદરાથી ૧૦ જેટલા તબીબી અધિકારીઓના સભ્યોની ટીમ આવી હતી. જીલ્લા આરોગ્યતંત્રની ટીમ પણ સાથે રહી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : ગોધરામાં (GBS) ગૂલિયન બેરી સિન્ડ્રોમનાં ૧૨ જેટલા કેસો નોંધાયા.
Advertisement