ભારત સરકાર યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર,વડોદરા દ્વારા ડભોઈ તાલુકાની વણાદરા વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે આત્મનિર્ભર ભારત અંગે યુવાનો માટે ઉન્મુખીકરણ કાર્યક્રમ યોજાયો હતો.
નેહરુ યુવા કેન્દ્રએ યુવાનો માટે ટ્રેનિંગ આપી આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. આ સંદર્ભે તજજ્ઞો દ્વારા તમામ યુવાન મિત્રોને આત્મનિર્ભર ભારત પર યુવાનો માટેની વિવિધ વિભાગોને લગતી આત્મનિર્ભર ભારત અભિયાનની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને લગતી યોજનાઓ, આત્મનિર્ભર ભારત અંતર્ગત બેંકને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. ઉદ્યોગકારો અને કૃષિને લગતી વિવિધ યોજનાઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. રીસોર્સ પર્સન દ્વારા ઉપસ્થિત તમામ યુવાન મિત્રોને કારકિર્દી વિશે માર્ગદર્શન આપી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોને લગતી આત્મનિર્ભર ભારત અભિયાનની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
ધોરણ ૧૦ અને ૧૨ અભ્યાસ પછી કયો વિષય પસંદ કરવો? આર્ટસ, કૉમર્સ અને સાયન્સ પ્રવાહમાં કેટલી તકો છે? જિલ્લા વહીવટી તંત્રનાં રોજગાર વિભાગ દ્વારા નોકરી વિશેની માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને સરકારી અધિકારી બનવા માટે માટે કેટલા અભ્યાસની લાયકાત હોવી જોઈએ? કેવી રીતે તૈયારીઓ કરવી જોઈએ. કોલેજના વિદ્યાર્થીઓ આગળ કયા ક્ષેત્રમાં માસ્ટર્સ કરી શકે છે? કોલેજના વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો શું છે? તે માટે રંગમંચના નાટ્યકાર મિત્રો દ્વારા ગમ્મત સાથે જ્ઞાનના માધ્યમથી કારકીર્દી તકો વિશે સરળ ભાષામાં નાટ્યકીકરણ પદ્વતિ દ્વારા સમજુતી આપવા સાથે યુવાનોને પોતાના ક્ષેત્રમાં સરળતાથી કારકિર્દી વિશે માર્ગદર્શન મળી રહે અને તે વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરાયો હતો. વિનય મંદિર વણાદરા હાઈસ્કૂલના આચાર્ય કનુભાઈ પટેલ, વૈજનાથ વિદ્યાલયના શિક્ષક રાકેશ રબારી અને તુષારભાઈ કાર્લેકર હસ્તે યુવાનોને સ્ટેશનરી કીટ વિતરણ કરવાની સાથે કારકિર્દી માર્ગદર્શન આપી આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી હતી. હાઈસ્કૂલના શિક્ષકો પ્રાથમિક શાળાના આચાર્ય તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
ડભોઈની વણાદરા વિનય મંદીર હાઇસ્કુલમાં આત્મનિર્ભર ભારત અભિયાનની યુવાનોને અપાઈ માહિતી.
Advertisement