Proud of Gujarat
GujaratFeaturedINDIA

પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઈનું ભરૂચ જિલ્લાની વિવિધ 16 સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન.

Share

ભરૂચ જિલ્લાના ઝગડિયા ખાતે સેવા રૂરલ અને શારદા મહિલ વિકાસ સોસાયટી સ્થાપી ગરીબોની સેવાને કેન્દ્ર સ્થાને રાખનાર ડો. લતાબહેન અનિલભાઈ દેસાઈને તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા માટે આ ગૌરવની બાબત છે કે ઝગડિયા જેવા આદિવાસી વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવનાર ડો. લતાબહેનને આટલું મોટું સન્માન મળ્યું છે. સરળ અને નિખાલસ ડો. લતાબહેન દેસાઇ તથા તેઓની ટીમને શરૂઆતથી જ પડકારો ઝીલવા પડ્યા હતા પરંતુ આ પડકારોને પણ તેઓએ માણ્યા અને મજા લઈને તેનો સામનો કર્યો અને તેથી જ એક છાપરા નીચે શરૂ કરાયેલ સેવા રૂરલ આજે એક વટવૃક્ષ બની ગઈ છે. ભરૂચ જિલ્લાની 16 જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સીલ ટ્રસ્ટ, સદવિદ્યા મંડળ, ભારતીય વિચાર મંચ, રોટરી ક્લબ ઓફ ભરુચ નર્મદા નગરી, ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર, જન શિક્ષણ સંસ્થાન, ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ એંજિનિયર્સ, નર્મદા એજ્યુકેશન કેમ્પસ, મહાવીર ઇન્ટરનેશનલ, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ, જૈન સોશ્યલ ગ્રૂપ ભરુચ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ પરિવાર અંકલેશ્વર દ્વારા તેઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જે.પી. કોલેજના અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તમામ સંસ્થાના પ્રતિનિધિઓએ તેઓને સન્માન પત્ર, મોમેન્ટો તથા છોડ આપી સન્માન કર્યું હતું. તમામ સંસ્થાઓએ ભેગા મળી સેવા રૂરલને રૂ. 1 લાખ 21 હજારનું અનુદાન આપ્યું હતું. પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઇ સાથે યોજાયેલ સંવાદમાં તેઓએ જણાવ્યુ હતું કે જ્યારે શરૂઆતમાં ઝગડિયા ખાતે કામ શરૂ કર્યું ત્યારે લોકો અમને ગાંડા ગણતા હતા પરંતુ અમે અનેક પડકારોને ઝીલીને પણ સેવાકીય પ્રવૃત્તિ શરૂ રાખી હતી અને આજે પરિણામ સ્વરૂપે આ સંસ્થા એ અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ડો. અનિલભાઇ દેસાઈને તેઓએ યાદ કરી જણાવ્યુ હતું શુભની શક્તિમાં જ શ્રદ્ધાની ભાવના સાથે કાર્ય શરૂ રાખ્યું અને આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ આખીએ સંસ્થાનું છે તેમ તેઓએ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં બીડીએમએ ના પ્રમુખ હરીશ જોષી, સી.ઇ.ઑ જયેશ ત્રિવેદી, ભરુચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, કમલેશભાઈ ઉદાણી, મિનલબહેન દવે, આનંદપુરા પરિવાર સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કોકિલાબહેન પંડયાએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન…

ProudOfGujarat

દેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી શિક્ષકોને 4200 ગ્રેડ આપવાની માંગ કરી.

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે ક્રાઇમ બ્રાંચના દરોડામાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!