હાંસોટ ૧૦૮ ઈમરજન્સી સેવા 24 કલાક 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે ખડેપગે ઊભી રહી છે. પરંતુ આજરોજ ભરૂચ જિલ્લાના, હાંસોટ તાલુકાના સુનેવકલ્લા ગામની રાધાબેન રાજુભાઈ રાઠોડને પ્રસુતિનો દુખાવો ઉપડતાં તેમને 108 ઉપર ફોન કર્યો અને હાંસોટ 108 ઈમરજન્સી સેવા ટૂંક સમયમાં તેમના ઘરે પહોંચી માતાને સામુહિક આરોગ્ય કેન્દ્ર હાંસોટ પહોંચાડી હતી ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ માતાની પ્રસુતિ થવામાં બહુ ગંભીરતા છે કારણ કે સામાન્ય બાળક માથાના ભાગે બહાર આવતું હોય છે પણ આ બાળક પગના ભાગેથી બહાર આવી શકે તેવી સંભાવના છે તે માટે તેઓએ આગળના સેવા રૂરલ ઝઘડીયા હોસ્પિટલમાં માતાને રીફર કરેલ હતું અને હાસોટ ૧૦૮ ઈમરજન્સી સેવા માતાને હોસ્પિટલમાં લઇ જતા રસ્તામાં જ માતાને પ્રસુતિનો દુખાવો ઉપડતાં ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારી પાયલોટ તસલીમભાઈ અને ઈ.એમ.ટી પીયુષસિહ ચૌહાણ બંનેએ પોતાની સૂઝબૂઝ બતાવી એમ્બ્યુલન્સ સાઈડમાં ઉભી રાખી માતાની સફળ પ્રસૂતિ કરાવી હતી અને જેમ ડોક્ટરની આશંકા હતી કે બાળક પગના ભાગેથી બહાર આવશે તેવું જ થયું અને બાળક પગના ભાગેથી જન્મ થયો હતો અને હાંસોટ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો જેને ગામલોકોએ તેમજ હોસ્પિટલના સ્ટાફે ૧૦૮ ઈમરજન્સી સેવાને અને તેમના કમૅચારીઓને બિરદાવ્યા હતા અને માતાના પરીવારે આભાર વ્યક્ત કર્યો હતો.
હાંસોટ ૧૦૮ ઈમરજન્સી એ સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો.
Advertisement