સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લાની કારોબારી ગોધરા ખાતે ચીમનભાઈ બાલમંદિરના હોલમાં પ્રદેશ ઉપાધ્યક્ષ આશિતભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં જિલ્લામાંથી છ એકમના પદાધિકારીઓ તેમજ જિલ્લાના તમામ પદાધિકારીઓ સાથે પ્રદેશના સંગઠન મંત્રી ડૉ. અર્પિત ઠાકર, પ્રદેશ મંત્રી મનોજ જોષી, મહિલા વિભાગના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન જોષી, પ્રદેશ મંત્રી ભૂમિબેન જોષી, પ્રદેશના ડૉ. રાજેશ રાવલ, સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના આઈ ટી સેલના મહામંત્રી કંદર્પ પંડ્યા તેમજ દિવાકર શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા અધ્યક્ષ કાર્તિક ત્રિવેદી એ સંગઠન ઉપર ભાર મૂકી આપણી સંસ્થા સમાજ માટે કેટલા ઉમદા કાર્ય કાર્ય કરી રહ્યા છે તે જણાવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી પ્રદેશ ઉપાધ્યક્ષ આશિત ભટ્ટએ જણાવ્યું હતું કે આપણા એકમમાં કાશ્મીરા બેન પાઠકે ૨૭૦ બેનોને એકત્રિત કરી વિવિધ કાર્યો કરી રહ્યા છે એ સમાજનું ગૌરવ છે તેમ જણાવી આપણા સંગઠને મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સતત બે વર્ષ કર્યું જેમાં સીધાજ ૧૫૦૦૦ થી વધુ આપણા સમાજના યુવા યુવતીઓને નોકરી, રોજગારલક્ષી બનાવ્યા. હાલમાં પણ UPSC, GPSC ના ક્લાસિસ દ્વારા યુવા યુવતીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યાં હતા ત્યારે જણાવ્યું હતું કે જે બ્રાહ્મણ સાથે બ્રાહ્મણ એની સાથેનું સૂત્ર આપણે સૌએ અપનાવવાનું છે. ત્યારબાદ છ એકમના નવા વરાયેલા પદાધિકારીઓને અને જિલ્લાના નવ નિયુક્ત પદાધિકારીઓને નિયુક્તિ પત્રો આપવામાં આવતા સમગ્ર હોલ હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી