ખેડા જિલ્લા નડીઆદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી યોજાનાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મિશન 2022 ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકરોની બેઠક કોંગી આગેવાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ.
આગામી વિધાનસભા 2022 ની ચૂંટણી કોંગ્રેસ પક્ષ માટે અગ્નિ પરીક્ષા છે ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતો ખેડા જિલ્લાના નડીયાદમાં આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પૂર્વ પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગી કાર્યકરોની બેઠક યોજાઇ જેમાં સેન્ટ્રલ કોંગ્રેસ કમિટીના આગેવાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી મોહંતી કપડવંજ ઠાસરા મહુધાના કોંગી ધારાસભ્યો ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકરો આ બેઠકમાં હાજર રહ્યા હતા.
જ્યારે કોઈપણ વ્યકિત પક્ષ કરતા પોતાને મોટો સમજી લે ત્યારે એને પક્ષ પલ્ટો કરવાનો વિચાર આવતો હોય છે. કદાચ કેટલાક મિત્રોને એવો વિચાર આવ્યો હોય એ એમનો પ્રશ્ન છે પણ કોંગ્રેસ પાર્ટી આજે પણ તેની મજબૂત વિચારધારા સાથે આ નવા અગ્રેજો સાથે સંઘર્ષ કરશે. ચૂંટણીઓ આવે એટલે આવન જાવનના કાર્યક્રમો થતાં હોય છે. થોડા લોકોના આવવા જવાથી કોંગ્રેસના કાર્યકરના મનોબળ પર કોઈ અસર નથી થાય.
નરેશ ગનવાણી : નડિયાદ