ભરૂચ શહેરમાં દરરોજ 70 ટન કચરો પેદા થાય છે જેનો નગરપાલિકા નિકાલ કરે છે. એક સપ્તહથી સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ બંધ થવાથી આ કચરો જે તે સ્થળની કચરાંપેટીઓમાં અથવા જે.બી મોદી પાર્ક નજીક ગેરેજની જમીનમાં એકઠો કરવામાં આવ્યો છે. સમસ્યા વચ્ચે ભરૂચ શહેરમાં કચરાપેટીઓમાંથી કચરો ઉભરાઈ રહ્યો છે.
મામલે શાસકોને ધરવાનો મોકો કોંગ્રેસ છોડવાના મૂડમાં નથી. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પાલિકા દ્વારા સ્ટોર કરાયેલા કચરાની સાઈટની મુલાકાઇ લેવામાં આવી હતી. કોંગ્રેસે અલ્ટીમેટમ આપ્યું છે કે સમસ્યા 24 કલાકમાં હલ ન કરાઈ તો કચરો પાલિકા કચેરીમાં ઠાલવી દેવામાં આવશે.
ભરૂચમાં સમસ્યા વિકટ બનતી નજરે પડતા ભરૂચ નગરપાલિકાએ અંકલેશ્વર નગરપાલિકા પાસે મદદ માટે હાથ ફેલાવ્યા છે. અંકલેશ્વરના સત્તાધીશોએ તેમની સાઈટ ઉપર કચરાના નિકાલ માટે પરવાનગી આપતા આજે ૨ થી ૩ વાહનો દ્વારા ૩૦ ટન આસપાસ કચરાનો નિકાલ અંકલેશ્વરની સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટમાં નિકાલ કરવામાં આવ્યો છે.
સમસ્યાને લઈ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સમસ્યા ટૂંક સમયમાં હલ કરવામાં આવશે. આ મામલે નારાજ ગ્રામજનો અને સ્થાનિક રહીશો સાથે વાતચીત ચાલી રહી છે. કચરાના નિકાલની કામગીરી ટૂંક સમયમાં રાબેતા મુજબ શરૂ થઇ જશે.