સુરતના હીરાબાગ વિસ્તારમાં એક શાળામાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ વકર્યો છે.
સુરતના હીરાબાગ વિસ્તારમાં આજે પી.પી.સવાણી સ્કુલમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા દરમ્યાન આ શાળાએ કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા આવેલ હોય આથી હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી જન્મી હતી. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા અને હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓ વિશે યોગ્ય ન હોય તેવું જણાવી હિજાબ પહેરીને શાળાએ જવાનો વિરોધ કર્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થતા પોલીસે ૮ થી ૧૦ કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.
Advertisement