કામરેજ તાલુકાના ખોલવડ મુકામે આવેલ માનવ સેવાની સેવા ટ્રસ્ટ ખોલવડ દ્વારા રવિવારના રોજ સવારે 10 કલાકે મર્હુમ યુસુફ ભાઈ કારા મેમોરિયલ હોલ એમ એ આઈ હાઈસ્કૂલ કેમ્પસ ખોલવડમાં ત્રીજો સર્વ ધર્મ સમુહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આઠ જોડા મુસ્લિમ અને બે જોડા હિન્દુ ધર્મનાં લગ્ન કરાવવામાં આવેલ હતા.
દરેક જોડાને 35 હજારનો સામાન આપવામાં આવેલ હતો. આ સમૂહલગ્નમાં મોલાના ફૈયાઝ લાતુરી સા., કારી ઇલ્યાસ પીરામણી, અબ્બાસઅલી પારેખ (કેનેડા) ગુલામહુસેન તુટલા ( કેનેડા ) ભાઈ વાનિયા સા. (કેનેડા) ભરત ઠાકોર, પિન્ટુ દલવાડી, સૈયદ ખુરસીદ, મુસ્તાકભાઈ પટેલ (કે પી ગ્રુપ),અલ્તાફ પટેલ (કે પી ગ્રુપ), હુઝેફા ઇસ્માઇલ બગર (વાગરા), યુસુફ મુલ્લા, હનીફ પટેલ (કેનેડા), ઈબ્રાહીમ દાઢી શેઠ, અહમદભાઈ કારા, ફૈઝલ પટેલ (પ્રમુખ માનવ સેવા )સુલેમાન ડોબા (સેક્રેટરી), મીનાબેન સરપંચ, હારુન તેલી, (ઉપસરપંચ), રસીદ મલેક (મલેક પોર),અનિલ ટેલર, જીતેન્દ્ર કહાર, ગોકુળ ભાઈ જોષી, ધ્રુવ પાઠક વગેરે હાજર રહ્યા હતા.
આમાં મસ્જીદે ઉમર શેફિલ્ડ, મસ્જીદે અલહુદા એકેડમી તરફથી વિશેષ દાન આપવામાં આવેલ છે તેમજ અન્ય દાતાઓ તરફથી પણ દાન આપવામાં આવેલ હતું એમ ટ્રસ્ટના સેક્રેટરી સુલેમાન ભાઈ ડોબા એ અખબારી યાદીમાં જણાવેલ છે.
સુરત : માનવ સેવાની સેવા ટ્રસ્ટ ખોલવડ દ્વારા ત્રીજો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો.
Advertisement