Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ડૉક્ટરના મુવાડા ખાતે સાત દિવસીય NSS કેમ્પ યોજાયો.

Share

ગોધરાની શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા સાત દિવસીય NSS કેમ્પનું આયોજન તા. 12 થી 18 ફેબ્રુઆરી દરમ્યાન કરવામાં આવ્યું હતું. સાત દિવસ વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરીને વિદ્યાર્થીઓએ ગામમાં સેવાકીય કાર્યો કર્યા હતા.

તારીખ 12 ફેબ્રુઆરી 2022 ના રોજ પ્રથમ દિવસે મુખ્ય અતિથિ માનનીય જીલ્લા પ્રમુખ કામીનીબેન સોલંકીના વરદ હસ્તે NSS કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તારીખ 13 ફેબ્રુઆરી 2022 ના રોજ બીજા દિવસે ગામમાં રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં “એક તીન ચાર….NSS નો જયજયકાર…..”,”દિકરીઓને ભણાવીએ…દુષણોને ભગાવીએ…”, ” ગાવ કા બેટા કેસા હો…. ગાંધી સરદાર જેસા હો…. ” અને ” હમારા ગાવ કેસા હો…. કૃષ્ણ કી નગરી જેસા હો….. જેવા મુખ્ય નારાઓ સાથે સમગ્ર ડોક્ટરના મુવાડા ગામમાં રેલી કરી હતી. જેમા NSS ના સ્વયંસેવકો તથા ગામના બાળકો જોડાયા હતા. ત્યારબાદ લો કોલેજ ગોધરાના પધારેલા ડો. કૃપા જયસ્વાલે મહિલા સશક્તિકરણના કાયદા વિષે મહત્વની ચર્ચા કરી હતી. 14 ફેબ્રુઆરી 2022 ના રોજ ત્રીજા દિવસે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા રેડ ક્રોસ સોસાયટીમાંથી પધારેલ મહેમાન કૈલાશભાઇ ધારિયા અને અનવર સીંધી એ રક્તદાન કરવા માટે યુવાનોને આહ્વાન કર્યુ હતુ અને મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ રકતદાન કર્યુ હતું. આ જ દિવસે પુલવામાં અટેકમાં શહિદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા બ્લેક ડે ની ઊજવણી કરી હતી. અનીલ સોલંકી ( રજીસ્ટાર SGGU), અધીવકતા પરિષદના પરિમલ પાઠક, ડાયટના ઉમેશભાઈ ચૌધરી, બીઆરસી તાલીમ ભવનના જીગ્નેશભાઈ પટેલ, કોલેજના આચાર્ય ડો.એમ.બી.પટેલ, કેમેસ્ટ્રી વિભાગના વડા ડો. રમાકાંત પંડ્યા, ડોક્ટરના મુવાડા ગામના સરપંચ ડાહ્યાભાઈ, શાળાના સ્ટાફ મેમ્બર મોટી સંખ્યામાં બાળકો અને એનએસએસના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેસ્ટ વોલેન્ટિયર તરીકે દેવેન્દ્ર પરમાર, ગંગા માવર તેમજ કિરીટ શ્રીમાળીને સન્માનિત કરાયા હતા બેસ્ટ મેનેજમેન્ટ એવોર્ડ માટે હિતેન્દ્ર જાદવ, વૈભવ અને પરેશભાઈ જ્યારે બેસ્ટ યંગ વોલેન્ટિયર એવોર્ડ માટે અનુષ્કા પરમારની પસંદગી થઇ હતી. નાના ભૂલકાઓમાંથી પણ પાંચ વોલેન્ટિયર્સ પસંદ કરી તેમને સન્માનિત કરાયા હતા વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો આપી અભિવાદન કરાયું હતું. રજીસ્ટ્રાર અને સમગ્ર ટીમ દ્વારા એન.એસ.એસ.ના આ કાર્યને ખૂબ જ બિરદાવ્યું હતું. રોટરી ક્લબ ગોધરાના હોદ્દેદારો દ્વારા એનએસએસના વિદ્યાર્થીઓને 5100 રૂપિયા કેશ પ્રાઈઝ સ્વરૂપે તેમના કાર્યને વખાણીને અર્પણ કરાયા હતા. જયશ્રીબેન, સોનાલીબેન તેમજ નિતેશભાઇ એ પોતાનો સ્વયં સેવક તરીકેનો અભિપ્રાય રજૂ કર્યો હતો. સમગ્ર સાત દિવસના કેમ્પનું આયોજન શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ નાકરે સફળતાપૂર્વક કર્યું હતું જ્યારે હંસાબેન ચૌહાણ દ્વારા સહયોગ કરાયો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઓલ ગુજરાત ફોટો કોમ્પિટિશનમાં અંકલેશ્વરના હેતલ ભટ્ટ વિજેતા બન્યા.

ProudOfGujarat

सिंग इज किंग के 12 साल : प्रशंसक विपुल शाह-अक्षय कुमार को फिर से एकसाथ देखने के लिए हैं बेताब!

ProudOfGujarat

પમો મેન ઓફ ધ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન સુરત ખાતે યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!