કોસંબા ખાતે પરમ હોસ્પિટલ તેમજ જનાબ ડો. યુસુફભાઈ મોતાલાના સહયોગથી સર્વ રોગ નિદાન મફત તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કોસંબા તેમજ આજુબાજુના ગામના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.
માંગરોળ તાલુકાના કોસંબા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સરકારી દવાખાના પાછળ રવિવારે સવારે ૧૦ કલાકે સર્વ રોગ મફત તપાસ નિદાન કેમ્પ તેમજ ડાયાબીટીસ અને કેલ્શિયમની મફત તપાસ કરવામાં આવી હતી. આ યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો.ભારત સુતરીયા, (એમ.એસ. ઓથોૅ) હાડકાંના નિષ્ણાંત, ડો.નીરવ સોની, (એમ.એસ. ઓથોૅ) હાડકાંના નિષ્ણાંત, ડો. અંજુમ જોબન, (એમ.ડી. ફિજીસીયન) ડો.અમિત બુટાણી, (ફીજીયોથેરાપી) ડો. મોહસીન પટેલ (પીડીયા ટૃરીશયન) બાળરોગના નિષ્ણાંત, ડો. શબાના પટેલ, (એમ.બી.બી.ડિજીયો) સ્ત્રી રોગના નિષ્ણાંત, ડો.યશ લવાણા (ઇ.એન.ટી.) નાક કાન ગળાના નિષ્ણાત, દ્વારા સેવાઓ આપી આશરે ૧૨૫ ઉપરાંત દર્દીઓની સ્થળ તપાસ કરી નિદાન કર્યું હતું.
આ સમગ્ર મેડિકલ કેમ્પનું આયોજન પરમ હોસ્પિટલ અને ડો. યુસુફભાઈ મોતાલાના સહયોગથી આયોજક કાંતિલાલ એન પરમાર, મુદ્દસસર ખાન(મુજજુભાઈ) બળવંતભાઈ આર સ્નેહકુંજ કોસંબા, લક્ષ્મણભાઈ પરમાર કંટવા, અમૃતભાઇ પરમાર હથુરણ, અને દિપકભાઇ ટી. પરમાર મોટા બોરસરા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.