કોરોનાના કારણે બે વર્ષ બાદ પ્રિસ્કૂલના વિદ્યાર્થીઓ પ્રથમ વખત સ્કૂલનું પગથિયું ચઢી રહ્યા છે. ત્યારે તેમના આ અનુભવને વલસાડની શેઠ આર. જે. જે. ઇંગ્લિશ મિડિયમ સ્કૂલે યાદગાર બનાવી દીધો હતો. તેમણે બે વર્ષ બાદ પ્રથમ વખત સ્કૂલે આવતા જુનિયર અને સિનિયર કે. જી. ના વિદ્યાર્થીઓને અનોખો આવકાર આપ્યો હતો. અનોખું બલુન સાથેનું ડેકોરેશન અને વેલકમ સોંગ વગાડી ચોકલેટ વહેંચી તેમને આવકાર્યા હતા.
સમગ્ર ગુજરાતમાં હવે પ્રિ સ્કૂલના બાળકોના ઓફલાઇન શિક્ષણને મંજૂરી મળતા વલસાડની મહત્તમ શાળામાં આજરોજ પ્રિસ્કૂલ (જુનિ. અને સિન. કેજી) ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. સિનિયર અને જુનિયર કેજીના કેટલાય વિદ્યાર્થીઓએ આજરોજ પ્રથમ વખલ સ્કૂલમાં ડગ માંડ્યા હતા. જેને યાદગાર બનાવવા વલસાડની શેઠ આર. જે. જે. ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપલ પ્રાર્થના ભાટીના માર્ગદર્શન હેઠળ સ્કૂલને શણગારવામાં આવી હતી. જાણે કોઇ બાળકની વર્ષગાંઠ હોય એમ બલુન્સ, તેમજ પેપા પીગ જેવા કેરેક્ટર સાથે સ્કૂલને શણગારી હતી. જેને જોઇ બાળકો ઉત્સાહમાં આવી ગયા હતા. જેની સાથે વાલીઓએ પણ ઉત્સાહભેર બાળકોને સ્કૂલમાં મોકલ્યા હતા.
કાર્તિક બાવીશી