નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને બે બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. નડિયાદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સીવીલ હોસ્પિટલથી ફાટક પાસે બે બાળકો મળ્યા હોય આ બાળકોને બાળ કલ્યાણ સમિતિનો હુકમ મેળવી માતૃછાયા અનાથ આશ્રમ નડિયાદની સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા હોય આ સંસ્થા દ્વારા બાળકો સાથે વાતચીત કરી બાળકના પરિવારનું લોકેશન મેળવવાની કોશિશ કરવામાં આવેલ હોય પરંતુ પ્રથમ જોતા બાળકની ભાષામાં તેઓનું લોકેશન બાળ સુરક્ષા એકમના કર્મચારીઓને સમજમાં ન આવતા માતૃછાયા સંસ્થાના સિસ્ટર મીના અને જિલ્લા બાળ સુરક્ષા એકમ નેતૃત્વ જીવન ભાઈ મકવાણા દ્વારા બાળકો અવારનવાર એપિસી એપિસી એવું કંઇક બોલતા હોય જેના કારણે બાળ સુરક્ષા એકમના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવેલી હોય તપાસ દરમિયાન બાળ કલ્યાણ સમિતિની પરવાનગી મેળવીને ત્યાં બાળકોને લઈ જવામાં આવ્યા ત્યાં બાળકોના વાલી મળી આવતા જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી કરી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ બાળકોને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ