તારીખ 19/02/2022 ના રોજ શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો બાબત રજૂઆત કરવામાં આવી. 1.ઓવર સેટઅપને કારણે વધથી તાલુકા બહાર ગયા છે એવા એચ ટાટ આચાર્યને મૂળ શાળા, ગૃપ, તાલુકામાં તાત્કાલિક પરત લાવવા માટે વિધાર્થી સંખ્યા નો રેશિયો ઘટાડવામાં આવે એ ખુબ જ જરૂરી છે.
2.ધોરણ 1 થી 8 વાળી દરેક શાળામાં એચ ટાટ આચાર્યની નિમણુંક કરવામાં આવે. 3.શિક્ષક મહેકમમાં સુધારો કરીને વર્ગ દીઠ શિક્ષક આપવામાં આવે અને 151 વિદ્યાર્થી સંખ્યા પર એચ ટાટ આચાર્ય આપવામાં આવશે તો બાળકોને વધુ ન્યાય આપી શકાશે. 4. શિક્ષકોની બઢતી અને સીધી ભરતીનું પ્રમાણ 1:3 ને બદલે 3:1 કરવામાં આવે અથવા 1:1 પ્રમાણ કરવામાં આવે એવી વિનંતિ. 5. એચ ટાટ આચાર્યને શિક્ષક તરીકે પરત આવવાની જોગવાઈ કરવામાં આવે તો ઘણા એચ ટાટ ભાઈ બહેનોને શિક્ષક તરીકે પરત આવવાની માંગણીને ન્યાય આપી શકાશે. 6.બઢતીથી આવેલ એચ ટાટને એક ઇજાફો આપવામાં આવે. 7. ઉચ્ચતર પગાર ધોરણ માટેની જટીલ પ્રક્રિયાને સરળ બનાવવા રજુઆત કરી 9,20,31 ઉચ્ચતર પગાર ધોરણનો લાભ 1 મહિનામાં તમામ શિક્ષકોને મળી શકે એ માટે પ્રયત્ન કરવા બાબત. 8.સને 2017 ના વર્ષમાં બી આર સી/સી આર સી ની પ્રતિ નિયુક્તિ સામુહિક ધોરણે રદ કરવામાં આવેલ હતી તે પૈકી કેટલાક બી આર સી/સી આર સી મિત્રો પુનઃ બી આર સી/ સી આર સી માં નિયુક્ત થયેલા છે આવા મિત્રોને તેમની પ્રતિ નિયુક્તિ જયારે સમાપ્ત કરવામાં આવે ત્યારે 2017 પહેલાંની મૂળશાળાનો લાભ મળે તેવી જોગવાઈ કરવામાં આવે એ બાબતે.
9. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી જુની પેન્શન યોજના અમલીકરણ માટેની લડત સતત ચાલુ રાખવામાં આવે એવી વિનંતી સભર રજૂઆત કરીએ છીએ.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ એચ ટાટ આચાર્યના પ્રશ્નને વાચા આપવા ઉપસ્થિત રહ્યા હતાં. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી, કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ, એચ ટાટ આચાર્યની ટીમ ભરૂચ જિલ્લો, બી આર સી ટીમ ભરૂચ જિલ્લો, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ભરૂચ જિલ્લો આજના કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહી પડતર પ્રશ્નોની રજૂઆત કરી.