Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્લાયના બોકસમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી.

Share

વડોદરામાં પ્લાયના બોકસમાં છુપાવી તેમજ મેડિકલસર-સાધનોનો ટ્રાન્સપોર્ટેશનના બનાવટી બિલ બનાવી લઈ જવાતો રૂ.35 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો વડોદરા હાઇવે પરથી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયો છે.

વડોદરામાં પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હોય તે સમયે એલ.સી.બી ટીમને ચોકકસ બાતમી મળેલ કે એક આઇસર ટેમ્પામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને મુંબઈથી સુરત તરફ થઈ વડોદરા હાઇવે પર થઈ જનાર હોય, આ બાતમીના આધારે એલ.સી.બી. ની ટિમ દ્વારા ભરથાણા ટોલનાકા ઉપરથી બાતમી મુજબના વર્ણનવાળા આઇસર ટેમ્પો નંબર-MP-41-GA 0548 ને નેશનલ હાઇવે નં.48 ઉપરથી નીકળતા પૂછતાછ કરતાં આરોપી સરદારલાલ માંગીલાલ હરીજન રહે.ગુડભેલી પોસ્ટ આંબા તા.બડોદ શાજાપુર મધ્યપ્રદેશનો રહેવાસી પ્લાયના બોકસ બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખેલ હોય જેમાં કુલ બોટલ નંગ 35,250 કિં.રૂ. 35,28,000/- તથા આઇસર ટેમ્પોની કિં.રૂ. 5,00,000, તાડપત્રી દોરડા સહિતની કુલ મુદ્દામાલ રૂ.40,39,000/- નો વડોદરા લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લઈ આકરી પૂછતાછ કરતાં જણાવ્યુ કે આ વિદેશી દારૂનો જથ્થો એમ.પી ના રવીન્દર અમરીકસિંગ સલુજાએ મુંબઈથી ભરીને મોકલેલ હોય જે વડોદરા ખાતે ટેમ્પો ખાલી કરવાનો હોય આ તમામ કામગીરી વડોદરા ગ્રામ્ય પોલીસે કરેલ હોય દારૂનો જથ્થો મોકલનાર અને ડ્રાઈવર બંને પર કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

સુરત : બેન્કના કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગણીઓને લીધે 3 દિવસ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે નં.48 પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોરોનાની મહામારીમાં પ્રશંસાપાત્ર કામગીરી કરનારા 9 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!